મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં જોખમના ઇન્ડિકેટર્સ કયા છે?

મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં જોખમના ઇન્ડિકેટર્સ કયા છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

તમે સખત મહેનત કરીને કમાયેલા નાણાંનું રોકાણ કરવા માટે ઉચિત મ્યુચ્યુઅલ ફંડ સ્કિમની પસંદગી કરતાં પહેલા યોગ્ય રીતે મૂલ્યાંકન કરવું જોઇએ. જ્યારે રોકાણકર્તા અવાર-નવાર સ્કિમની કેટેગરી અને કેટેગરીમાં સૌથી વધુ કાર્યક્ષમ સ્કિમની પસંદગી કરતાં હોય છે ત્યારે તેઓ આ સ્કિમોમાં રહેલા રિસ્ક ઇન્ડિકેટર્સને નજર અંદાજ કરે છે. જ્યારે તમે કોઇ સ્કિમની પસંદગી કરવા તેની સરખામણી કરો છો ત્યારે તેમના જોખમીપણાની સરખામણી કરવાનું ચૂકશો નહીં. જ્યારે દરેક સ્કિમની ફેક્ટશીટમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન, બિટા અને શાર્પ રેશિયો જેવા અનેક રિસ્ક ઇન્ડિકેટર્સ આપવામાં આવેલા હોય છે ત્યારે પ્રોડક્ટ લેબલ સૌથી પાયાની બાબત છે જે તપાસવી જોઇએ. લેબલમાં આપેલું રિસ્કોમીટર ફંડના જોખમ સ્તરને દર્શાવે છે. રિસ્કોમીટર એ સેબીની ફરજિયાત જરૂરિયાત છે અને તે ફંડ સાથે સંકલિત જોખમોને પ્રતિબિંબિત કરે છે. નીચા, નીચાથી સાધારણ, સાધારણ, સાધારણ ઊંચા, ઊંચાથી અતિશય ઊંચાની રેન્જમાં છ સ્તરના જોખમોને મ્યુચ્યુઅલ ફંડની વિવિધ કેટેગરી સાથે સંકલિત કરાય છે જેનો આધાર તેમના પોર્ટફોલિયોના જોખમના સ્તર પર રહેલો છે. જોખમ વર્ગીકરણના આ પ્રકારની વ્યાખ્યા સેબીએ કરેલી છે, માટે તમામ મ્યુચ્યુઅલ ફંડો એકસમાન જોખમ કેટેગરીમાંના ફંડના સમાન પ્રકારનું વર્ગીકરણ કરવા બંધાયેલા છે.

રિસ્કોમીટર કે જે ફંડના જોખમપણાનું વિહંગાવલોકન આપે છે, તે ઉપરાંત કોઈ પણ વ્યક્તિ ફેક્ટશીટમાં પૂરા પડાયેલા વધુ ચોક્કસ જોખમ સૂચકાંકોને પણ જોઈ શકે છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન ફંડની વળતરની રેન્જ માપે છે. રિટર્નનું વધારે ઊંચુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ધરાવતી સ્કિમ તેની કાર્યક્ષમતાની વ્યાપક રેન્જ સૂચવે છે, જે વધારે અસ્થિરતા દર્શાવે છે. 

બીટા દ્વારા બજારના સંદર્ભમાં ફંડની વોલેટિલિટી માપવામાં આવે છે. બીટા>1નો મતલબ થાય કે આ સ્કીમ બજાર કરતા વધુ વોલેટાઈલ છે અને બીટા <1નો મતલબ થાય કે તે બજાર કરતા ઓછી વોલેટાઈલ છે. 1નો બીટા સૂચવે છે કે આ સ્કીમ બજારની વોલેટિલિટી અનુસારની દિશામાં જ જશે.

શેપ રેશિયો દ્વારા જોખમ લેવાયેલા ફંડના પ્રતિ યુનિટ દ્વરા પૂરા પડાયેલા વધારાના વળતરને માપે છે. જોખમ-સમાયોજિત વળતરનું તે સારું સૂચકાંક છે.

હવે પછી તમે જ્યારે કોઈ સ્કીમનું રોકાણ કરવા માટે સંશોધન કરો, ત્યારે ઉપરોક્ત જોખમ માપદંડો પર તેનું મૂલ્યાંકન કરવાનું ન ભૂલશો.

424
477
હું રોકાણ કરવા માટે તૈયાર છું