શું મારે મારી બચતનું મ્યુચ્યુઅલ ફંડ્સમાં જોખમ લેવું જોઇએ?

શું મારે મારી બચતનું મ્યુચ્યુઅલ ફંડ્સમાં જોખમ લેવું જોઇએ?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

સૌ કોઇ જોખમ લીધા વગર સારું વળતર મળે તેવું ઇચ્છતા હોય છે. પરંતુ શું તમારા નાણાંનું રોકાણ કર્યા વગર જ આવું વળતર મેળવવું શક્ય છે? જો તમે તમારી બચતનું રોકાણ કરી રહ્યા હોવ તો, તમારે ફુગાવો નાથી શકે તેવું વળતર મેળવવા માટે જોખમ તો લેવું જ પડશે. (ફુગાવો કેવી રીતે તમારી બચત પર અસર કરે છે તે જાણવા માટે, આ લેખ અહીં વાંચો) આ રોકાણ તમારા બાળકોનું શિક્ષણ, નવું ઘર અથવા નિવૃત્તિ વગેરે કોઇપણ કારણથી હોઇ શકે છે. જોકે, તમને ચિંતા થઇ શકે છે કે, તમારી મહેનતની કમાણી તમે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકી શકતા હોવા છતાં, મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકીને જોખમ લઇ રહ્યા છો. અને આ શંકા વાજબી પણ છે. મ્યુચ્યુઅલ ફંડ્સને જોખમી માનવામાં આવે છે.

તેમાં ફિક્સ્ડ ડિપોઝીટની જેમ ચોક્કસ વળતરની કોઇ બાંયધરી હોતી નથી. પરંતુ તે ક્રિકેટની રમત જેવા હોય છે. જ્યારે ભારતની ટીમ પીચ પર હોય ત્યારે, આપણને ખબર નથી હોતી કે ટીમ મેચ જીતી જશે કે હારશે. નુકસાન થવું ઘણું મોટું જોખમ છે પરંતુ મોટી જીત હાંસલ કરવાની પણ એટલી જ તકો સામે રહેલી છે. જ્યાં સુધી ટીમ મેચ રમવાનું જોખમ ઉપાડે નહીં ત્યાં સુધી, તેઓ સફળતાનો સ્વાદ ચાખી શકતા નથી.

આવું જ મ્યુચ્યુઅલ ફંડ્સમાં હોય છે. જ્યાં સુધી તમે તેમાં તમારી મૂડી રોકશો નહીં ત્યાં સુધી, તમે મ્યુચ્યુઅલ ફંડ્સની બીજી બાજુ એટલે કે, ફિક્સ્ડ ડિપોઝીટ, સોનુ અને રીઅલ એસ્ટેટ વગેરેની તુલનાએ લાંબા સમયે ફુગાવા અનુસાર મળતા વળતરનો અનુભવ કરી શકશો જ નહીં.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું