શું એક્ઝિટ લોડ ધરાવતા ફંડ્ઝમાં રોકાણ કરવાનો કોઇ લાભ હોય છે?

શું એક્ઝિટ લોડ ધરાવતા ફંડ્ઝમાં રોકાણ કરવાનો કોઇ લાભ હોય છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ચાલો આપણે બેલેન્સ્ડ ફંડનો વિચાર કરીએ, જે ઇક્વિટી ના ભાગમાંથી વૃદ્ધિ અને મૂડી વૃદ્ધિ તથા ડેટના ભાગમાંથી આવક અને સ્થિરતા પૂરી પાડવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ સ્કિમ હજુ પણ નોંધપાત્ર જોખમ ધરાવે છે, કારણ કે ઇક્વિટીનો ભાગ 60% જેટલો ઊંચો હોઇ શકે છે. આ માત્ર એવા રોકાણકારો માટે હોય છે જે જોખમ લેવાની ઊંચી ક્ષમતા અને લાંબી અવધિ ધરાવતા હોય.

આવી સ્કિમની ફંડ સંચાલન ટીમ આદર્શપણે માત્ર એવા લાંબા ગાળાના રોકાણકારોની ઇચ્છા રાખશે જેઓ લાંબા ગાળા માટે, ઓછામાં  ઓછા 3 વર્ષ માટે તેમનું રોકાણ જાળવી રાખવા માગતા હોય. તેથી ફંડ 3 વર્ષ પહેલા કરેલા તમામ રિડિમ્પશન માટે 1%નો એક્ઝિટ લોડ લાદી શકે છે. આવા કિસ્સાઓમાં ફંડ પ્રત્યક્ષ રીતે તરલતાને અસર કરતા નથી, પરંતુ રોકાણકારને 3 વર્ષની અવધિ પહેલા બહાર નીકળવા માટે નિરુત્સાહ કરે છે.

આ સ્કિમનો લાભ એ હકીકત પર આધાર રાખે છે કે તમામ રોકાણકારો લાંબી સમય ક્ષિતિજને સુસંગત છે. આ ફંડ મેનેજર માટે અનુકૂળ પરિબળ બનશે, જે તેમને આ વિચારને મગજમાં રાખીને જામીનગીરીઓ પસંદ કરવામાં સક્ષમ બનાવશે. ફંડ મેનેજરની દૃષ્ટિએ આવી વ્યુહરચના ફંડના વધુ સારા દેખાવને સક્ષમ બનાવશે, કારણ કે કોઇ ટૂંકી અવધિના રોકાણકાર નહીં હોય અને લાંબા ગાળાની વ્યુહરચનાને અસર કરતા રિડિમ્પશન્સ પણ નહીં હોય.

431
હું રોકાણ કરવા માટે તૈયાર છું