નેટ એસેટ વેલ્યુ (એનએવી) શું છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડની વિશેષ સ્કિમનો દેખાવ નેટ એસેટ વેલ્યુ (એનએવી) દ્વારા સૂચવવામાં આવે છે. સામાન્ય શબ્દોમાં એનએવી સ્કિમમાં રહેલી જામીનગીરીઓનું બજારમૂલ્ય છે. મ્યુચ્યુઅલ ફંડ્ઝ રોકાણકારો પાસેથી એકત્રિત કરેલા નાણાંનું રોકાણ જામીનગીરી બજારોમાં કરે છે. જામીનગીરીઓનું બજારમૂલ્ય રોજે બદલાતું હોવાને લીધે સ્કિમની એનએવી પણ દૈનિક ધોરણે બદલાય છે. યુનિટદીઠ એનએવી વિશેષ તારીખના રોજ સ્કિમની જામીનગીરીઓનાં બજારમૂલ્યનો તે સ્કિમના યુનિટ્સની કુલ સંખ્યાથી થતો ભાગાકાર છે.

ડાબી બાજુ પર રહેલો વિડિયો એનએવીની ગણતરી કેવી રીતે થાય છે તે દર્શાવે છે.

મ્યુચ્યુઅલ ફંડની તમામ સ્કિમ્સની એનએવી સેબી મ્યુચ્યુઅલ ફંડના નિયમનોને અનુસાર બજાર બંધ થાય ત્યાર પછી ટ્રેડિંગ દિવસના અંતે જાહેર કરવામાં આવે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું