લોડ કે ભારણ શું છે?

લોડ કે ભારણ શું છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

માર્ગના લાંબા અંતરના પ્રવાસ દરમિયાન તમે જ્યારે માર્ગ કે પુલ પર પ્રવેશો કે ક્યારેક તમે બહાર નીકળો ત્યારે ટોલ ચાર્જ કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં ટોલ બ્રિજ કંપનીને નિર્માણના ખર્ચ વસૂલવા માટે માત્ર નિશ્ચિત વર્ષો સુધી ટોલ ચાર્જ કરવાની મંજૂરી હોય છે. આ સમય અવધિ પૂર્ણ થાય પછી કંપનીને મુસાફરો પાસેથી કોઇ ટોલ વસૂલવાની મંજૂરી હોતી નથી.

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ પણ થોડા લોડને આધિન હોઇ શકે છે, પરંતુ તે તમે અત્યારે જે ટોલનું ઉદાહરણ વાંચ્યું તેનાથી અલગ હોય છે. વર્ષ 2009 સુધી મ્યુચ્યુઅલ ફંડમાં પ્રવેશના સમયે ચાર્જ લાદવામાં આવતો હતો, પરંતુ હવે તે અસ્તિત્ત્વ ધરાવતો નથી. કેટલીક સ્કિમ્સ અમુક શરતો હેઠળ સ્કિમમાંથી બહાર નીકળતી વખતે ચાર્જ લાદે છે, જેને “એક્ઝિટ લોડ” તરીકે ઓળખવામાં આવે છે. 

મોટા ભાગના કિસ્સાઓમાં એક્ઝિટ લોડ લાદવામાં આવતો હોય તેમ છતાં પણ જો નિશ્ચિત અવધિની અંદર સ્કિમમાંથી બહાર નીકળવામાં આવે તો જ તે લાગુ થાય છે. જો તમે આ સમયગાળા કરતા વધુ સમય સુધી રોકાણ જાળવી રાખો તો કોઇ એક્ઝિટ લોડ લાગુ થશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો મોટે ભાગે એક્ઝિટ લોડ રોકાણકારોને સ્કિમમાંથી વહેલી તકે બહાર નીકળવાથી નિરુત્સાહિત કરવા માટે લાદવામાં આવે છે. “એક્ઝિટ લોડ” અંગે મ્યુચ્યુઅલ ફંડની નિયમનકારી સત્તાધિકારી સેબીએ લાદી શકાતા મહત્તમ એક્ઝિટ લોડની મર્યાદા નક્કી કરી છે.

431
હું રોકાણ કરવા માટે તૈયાર છું