મ્યુચ્યુઅલ ફંડમાં ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI) શું છે ?

મ્યુચ્યુઅલ ફંડમાં ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI) શું છે ? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI) ઇક્વિટી ઇન્ડેક્સનું મૂલ્યાંકન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 

ઇન્ડેક્સનો ટોટલ રિટર્ન પ્રકાર (TRI) એવા તમામ ડિવિડન્ડ્સ/વ્યાજની ચુકવણીઓને ધ્યાનમાં લે છે, જે મૂડી લાભ ઉપરાંત ઇન્ડેક્સ બનાવતા ઘટકોનાં બાસ્કેટમાંથી ઉત્પન્ન થાય છે. તેથી, TRI મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના દેખાવની તુલનામાં બેન્ચમાર્ક તરીકે વધુ યોગ્ય છે.

TRIની મુખ્ય લાક્ષણિકતાઓ છેઃ

સેબી આદેશ: 2018માં સેબીએ મ્યુચ્યુઅલ ફંડના દેખાવનું મૂલ્યાંકન કરવા માટે TRIના ઉપયોગનો આદેશ આપ્યો હતો. હવે, મ્યુચ્યુઅલ ફંડ્ઝે પ્રાઇઝ રિટર્ન ઇન્ડેક્સ (અગાઉની પદ્ધત્તિ)ને સ્થાને ટોટલ રિટર્ન ઇન્ડેક્સને આધારે તેમના દેખાવને જાહેર કરવો આવશ્યક છે, જે માત્ર મૂડી વૃદ્ધિને ધ્યાનમાં લે છે. આ અનુપાલન માત્ર રોકાણકારોના વિશ્વાસને જ નથી વધારતો, પરંતુ ઉદ્યોગના ધોરણોને પણ જાળવી રાખે છે.
ડિવિડન્ડ્સ સામેલ કરે છેઃ આ આવકમાં સ્ટોક ડિવિડન્ડ, બોન્ડ્સમાંથી વ્યાજ અને બેન્ચમાર્ક ઇન્ડેક્સની અંદર અન્ય આવકના સ્ત્રોતો સામેલ છે. 
પુનઃરોકાણઃ TRI માને છે કે સર્જેલી કોઇ આવક, જેવી કે ડિવિડન્ડ્સનું ઇન્ડેક્સમાં પુનઃરોકાણ થાય છે. 
રોકાણકાર પારદર્શકતાઃ તે ફંડના દેખાવનો વાસ્તવિક અને પારદર્શક દેખાવ પૂરો પાડે છે. તે સમયાંત્તરે યોજનાની વૃદ્ધિ અને દેખાવનું મૂલ્યાંકન કરવા માટે માર્ગદર્શન આપતા સંદર્ભ તરીકે કાર્ય કરે છે.
લાંબા ગાળાના લક્ષ્યોઃ TRI લાંબા ગાળે ભંડોળનું મૂલ્યાંનક કરવા માટે આદર્શ છે.

અસ્વીકરણ

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.
 

285
હું રોકાણ કરવા માટે તૈયાર છું