મ્યુચ્યુઅલ ફંડ્સમાં ટ્રેઈલિંગ અને રોલિંગ રિટર્ન એ શું છે?

મ્યુચ્યુઅલ ફંડ્સમાં ટ્રેઈલિંગ અને રોલિંગ રિટર્ન એ શું છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શનનું મૂલ્યાંકન તેના રિટર્ન અને પ્રદર્શન ઉપરાંત બે સૌથી મહત્ત્વપૂર્ણ પ્રદર્શન મેટ્રિક્સના આધારે કરાય છે જેનો મ્યુચ્યુઅલ ફંડના મૂલ્યાંકન માટે ઉપયોગ કરાય છે, જે છેઃ

(a) ટ્રેઈલિંગ રિટર્ન
(b) રોલિંગ રિટર્ન

તો ચાલો, આપણે હવે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રિટર્નની ગણતરી માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી બે પદ્ધતિઓ પાછળના વિષયવસ્તુને સમજીએ અને તે વચ્ચેના તફાવતને પારખીએ. સ્કીમના વળતરની એ રીતે ગણતરી કરવામાં આવે છે કે સંબંધિત બેન્ચમાર્ક સાથે સરખામણી કરવામાં આવે ત્યારે તે સ્કીમ દ્વારા વધુ સારા પર્ફોર્મન્સ કે નબળા પર્ફોર્મન્સને પ્રતિબિંબિત કરશે.

ટ્રેઈલિંગ રિટર્ન:
મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રેઈલિંગ રિટર્ન એ માપવા માટીની રીત છે કે કેવી રીતે કોઈ ફંડે બે ચોક્કસ તારીખો વચ્ચે પ્રદર્શન કર્યું છે. ટ્રેઈલિંગ રિટર્નને સામાન્ય રીતે “પોઈન્ટ-ટુ-પોઈન્ટ” રિટર્ન તરીકે પણ સંદર્ભિત કરાય છે. કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન ફંડના પ્રદર્શન પર સંક્ષિપ્તમાં વિહંગાવલોકન પૂરું પાડવાની સાથે તેને ભિન્ન સમયમાળખામાં પણ ગોઠવી શકાય છે, જેમાં યર-ટુ-ડેટ (YTD), એક વર્ષ, ત્રણ વર્ષ, અને તે ઉપરાંત, અથવા તો ફંડની શરૂઆતથી વર્તમાન દિવસ સુધી પણ ગણતરીમાં લઈ શકાય છે.  

રોલિંગ રિટર્ન:
રોલિંગ રિટર્નને ક્યારેક “રોલિંગ પિરિયડ રિટર્ન” અથવા તો “રોલિંગ ટાઈમ પિરિયડ” તરીકે ઓળખાય છે, જે ચોક્કસ સમયમાળખા માટે ગણતરી કરાયેલા સરેરાશ વાર્ષિકીકૃત રિટર્નને દર્શાવે છે, જે ચોક્કસ વર્ષની સાથે પૂર્ણ થાય છે. સમય જતાં કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડ પ્રદર્શન કરે છે તેના મૂલ્યાંકન માટે મૂલ્યવાન માધ્યમ પૂરા પાડે છે, જે રોકાણકારોના હોલ્ડિંગ પિરીયડનું પ્રતિબિંબ જ હોય છે. ફંડના રોલિંગ રિટર્ન અથવા પોર્ટફોલિયોનું મૂલ્યાંકન એક સરળીકૃત પ્રદર્શન પરિમાણ હોય છે જે તેના ઇતિહાસમાં વિવિધ સમયાંતરે જોવા મળે છે.

મ્યુચ્યુઅલ ફંડ્સના રોલિંગ રિટર્નની ગણતરી કરવા માટે, તમે વિવિધ ઓવરલેપિંગ સમયાવધિમાં ફંડના પ્રદર્શનનું વિશ્લેષણ કરો છો, જેમાં સામાન્ય રીતે ચોક્કસ સમયાંતર, જેવા કે દૈનિક, સાપ્તાહિક, અથવા માસિક ગાળાનો ઉપયોગ કરીને દરેક આવા ગાળા માટે સરેરાશ વાર્ષિકીકૃત રિટર્નની ગણતરી કરાય છે. 

ઉપસંહારમાં, ટ્રેઈલિંગ રિટર્ન દ્વારા ચોક્કસ સમયગાળામાં ફંડના ઐતિહાસિક પ્રદર્શનને માપવામાં આવે છે, જ્યારે રોલિંગ રિટર્ન વિવિધ ઓવરલેપિંગ સમયગાળામાં પ્રદર્શનનું વિશ્લેષણ કરીને વધુ ડાયનેમિક માહિતી પૂરી પાડે છે. આ મેટ્રિક્સ રોકાણકારોને ફંડની સાતત્યતા અને મ્યુચ્યુઅલ ફંડના ભાવિ રિટર્ન માટેની સંભાવનાના મૂલ્યાંકનમાં મદદ કરે છે.

અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.
 

285
હું રોકાણ કરવા માટે તૈયાર છું