મારે લાંબા સમયગાળાનાં રોકાણ માટે કયા મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવા જોઇએ?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

લાંબા ગાળાના રોકાણ કોલેજનાં શિક્ષણ, ઘર, નિવૃત્તિ વગેરે જેવા દૂરના ભવિષ્યના ધ્યેયોને ભંડોળ પૂરું પાડવાનો લક્ષ્યાંક ધરાવે છે. તેથી સંપત્તિનાં સર્જન માટે યોગ્ય હોય એવો ફંડ પસંદ કરો. લાંબા ગાળાના ધ્યેયો 10 વર્ષ કરતા વધુની ક્ષિતિજ ધરાવે છે અને ઇક્વિટી-ઓરિએન્ટેડ સ્કિમ્સ (>=65%ની ઇક્વિટી ફાળવણી) લાંબા ગાળાના રોકાણના વિકલ્પો પૈકીનો એક છે. ઇક્વિટીઝ વૃદ્ધિ માટેની ઊંચી ક્ષમતા ધરાવે છે તેમ છતાં પણ તે હાઇબ્રિડ અને ડેટ ફંડ્ઝની તુલનામાં ટૂંકા ગાળા માટે વધુ અસ્થિર હોય છે. વૈવિધ્યસભર ઇક્વિટી ફંડ લાંબા ગાળે સ્થિર વૃદ્ધિ ઓફર કરે એ શક્યતા વધુ હોય છે.

હાઇ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન (શાર્પ રેશિયો) ધરાવતા ફંડ એટલે કે સમાન સ્તરનાં જોખમ માટે ઊંચા વળતર ઓફર કરતા ફંડ્ઝ પસંદ કરો. ખર્ચ ગુણોત્તર ચક્રવૃદ્ધિની અસરને લીધે લાંબા ગાળે ફંડનાં વળતરને અસર કરે છે. ખર્ચનો નીચો ગુણોત્તર ધરાવતા ફંડને પસંદ કરો, એટલે કે રોકાણ માટે વધુ ભંડોળ ઉપલબ્ધ થશે જે લાંબા ગાળામાં ફંડના વળતરને વેગ આપી શકે છે.   ફંડ મેનેજર સારા વળતર આપી રહ્યા છે કે કેમ એ જોવા માટે તેમનો ટ્રેક રેકોર્ડ તપાસો. તેઓ સંચાલિત કરતા હોય એવા ફંડ્ઝના પ્રકાર અને તેમના ફંડ્ઝે સમકક્ષો કરતા સતત વધુ સારો દેખાવ આપ્યો છે કે કેમ તે જુઓ. તમે લાંબા ગાળાનાં રોકાણ માટે ઊંચા બેટા ધરાવતા ફંડ્ઝને પણ ધ્યાનમાં લઈ શકો છો, કારણ કે તેઓ બજાર કરતા વધુ વૃદ્ધિ/ઘટાડો કરવાનું વલણ ધરાવે છે, પરંતુ બજારો સામાન્યપણે વધતા હોય છે. તેથી ઊંચા બેટાનો અર્થ થશે કે તમારા ફંડ લાંબા ગાળે બજાર કરતા પણ વધુ વૃદ્ધિ કરશે.

425
હું રોકાણ કરવા માટે તૈયાર છું