મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન શા માટે મહત્વનુ છે અને તેના માટેની પ્રક્રિયા શું છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

તમે જીવનમાં ઘણાં લક્ષ્યો ધરાવતા હશો અને તમે ઘણાં શમણા સેવ્યાં હશે. તમે આ સપના અને મહત્ત્વકાંક્ષાઓને પૂરી કરવા માટે તમારી કડી મહેનતથી કમાયેલા નાણાંનું રોકાણ કરો છો. તમે તમારા જીવન દરમિયાન અને તમારી ગેરહાજરી એમ બંને સમયે તમારા પ્રિયજનોને તેમના સપના પૂરાં કરવામાં મદદરૂપ થવા માટે પણ રોકાણ કરી શકો છો.

દરેક વ્યક્તિ જીવનમાં કેટલાક લક્ષ્યો ધરાવે છે, દરેકે તેમના સપના સાકાર કરવા હોય છે. આવા દરેક લક્ષ્યને હાંસલ કરવા માટે કેટલુંક આયોજન કરવું જરૂરી છે અને હા, ફાઇનાન્સને તો કેવી રીતે ભૂલી શકાય. વ્યક્તિ પોતાના તેમજ પોતાના પ્રિયજનોના આ સપના અને મહત્ત્વકાંક્ષાઓને સાકાર કરવા માટે આકરી મહેનતે કમાયેલા નાણાંનું રોકાણ કરે છે.

જીવન આશ્ચર્યતાઓથી ભરેલું છે. સામાન્ય રીતે એક વ્યક્તિ એમ વિચારતી હોય છે કે તેના/તેણીના મૃત્યુ પછી તેમનું રોકાણ આપમેળે તેમના જીવનસાથી અથવા તો તેમના બાળકોને મળી જશે. પરંતુ વાસ્તવિક જીવનમાં તેની પ્રક્રિયા આટલી સરળ અને નિર્બાધ હોતી નથી. આમ શા માટે હોય છે, તેને સમજવા માટે ચાલો રાજીવ ગુપ્તાનું ઉદાહરણ લઇએ.

રાજીવ ગુપ્તાએ ચાર અલગ-અલગ પોર્ટફોલિયો બનાવ્યાં હતા, એક તેમના પોતાના લક્ષ્યો માટે, એક તેમની પત્નીની નાણાકીય સુરક્ષા માટે અને બાકીના બે પોર્ટફોલિયો તેમના બાળકોના શિક્ષણ માટે. તેમના મ્યુચ્યુઅલ ફંડની એસઆઇપીનું આયોજન પણ તેને અનુરૂપ જ કરવામાં આવ્યું હતું.

સદભાગ્યે રાજીવ ગુપ્તાએ તેમના પ્રત્યેક પોર્ટફોલિયો માટે નોમીની નિમ્યાં હતા. નોમિનેશન (નામાંકન)ના એક સરળ સ્ટેપ દ્વારા રાજીવે એ વાતની ખાતરી કરી લીધી હતી કે, તેમના પોર્ટફોલિયો યોગ્ય નોમીનીને જ પ્રાપ્ત થશે અને કોઇપણ પ્રકારની અણધારી ઘટનામાં પણ તેમના હેતુઓ પાર પડશે.

મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન

નોમિનેશન (નામાંકન) એ ખૂબ જ સરળ પ્રક્રિયા છે, જેના પાછળ કોઈ ખર્ચ થતો નથી. જો નોમિનેશન કરવામાં આવ્યું હશે તો વ્યક્તિના મૃત્યુ પછી તેમના પ્રિયજનો માટે ખૂબ જ ઝડપથી અને ઓછામાં ઓછી કાગજી કાર્યવાહી કરીને તેમના મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો, ડીમેટ એકાઉન્ટ અને બેંક ખાતામાં રહેલા નાણાં પર દાવો કરવાનું ખૂબ જ સરળ બની જાય છે.

યુનિટ્સના સંદર્ભમાં નોમિનેશન યુનિટધારકના મૃત્યુ બાદ તેમની સંપત્તિમાં કોઈ માલિકીહક પેદા કરતું નથી. યુનિટ્સમાં રહેલા અધિકારો નોમીની(ઓ)ને ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે તમામ યુનિટધારકોનું મૃત્યુ થઈ જાય છે. અહીં એ બાબત પર ધ્યાન આપવા જેવું છે કે, નોમીની આ નોમિનેશનના આધારે સંપત્તિમાં કોઈ અધિકાર કે હિતસંબંધ પ્રાપ્ત કરી લે તે જરૂરી નથી. નોમીની(ઓ)ને કાયદાકીય વારસદારો કે વસિયતદારો માટેના એક એજન્ટ અને ટ્રસ્ટી તરીકે આ યુનિટ્સ પ્રાપ્ત થશે.

શું મ્યુચ્યુઅલ ફંડ્સ માટે નોમિનેશન ફરજિયાત છે?

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા રોકાણકારો માટે નોમિનેશન ફરજિયાત છે. 1 ઑક્ટોબર, 2022થી લાગુ કરીને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સને સબસ્ક્રાઇબ કરનારા તમામ નવા રોકાણકારોએ ફરજિયાતપણે નોમીની સોંપવાના રહેશે અથવા તો નોમિનેશનમાંથી બહાર નીકળી જવા માટે એક ડીક્લેરેશન ફૉર્મ ભરીને સોંપવાનું રહેશે. મ્યુચ્યુઅલ ફંડના વર્તમાન રોકાણકારોએ પણ તેમના જૂના રોકાણમાં નોમીની સોંપવાના રહેશે અથવા તો 31 માર્ચ, 2023 સુધીમાં નોમિનેશનમાંથી બહાર નીકળી જવાનું રહેશે. આ પ્રકારનું રોકાણ વ્યક્તિગત હોય કે સંયુક્ત તેને ધ્યાન પર લીધા વિના આ બાબત લાગુ થાય છે. 

મ્યુચ્યુઅલ ફંડના રોકાણોમાં નોમીનીઓને કેવી રીતે ઉમેરી શકાય?

નજીકમાં આવેલી એએમસી/આરટીએ શાખા ખાતે પ્રત્યક્ષ વિનંતી દાખલ કરીને તમે તમારા મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગમાં નોમીનીને ઉમેરી કે અપડેટ કરી શકો છો. વૈકલ્પિક રીતે, આ પ્રક્રિયાને એએમસી/આરટીએની વેબસાઇટ પર અથવા mfcentral.com પર ઓનલાઇન પણ કરી શકાય છે.તમારા એકાઉન્ટમાં લૉગઇન કરો અને તમે જેના હેઠળ નોમીનીઓને ઉમેરવા/અપડેટ કરવા માંગો છો, તે ફોલિયોને પસંદ કરો. પ્રત્યેક નોમીનીને કેટલા ટકા માલિકી પ્રાપ્ત થશે તેની માહિતીની સાથે નામ અને સરનામા જેવી નોમીનીની વિગતો ભરો. જો ટકાવારી સ્પષ્ટ કરવામાં ન આવી હોય તો, પ્રત્યેક નોમીની એકસમાન ટકાવારી મેળવવા માટે હકદાર ગણાશે. ત્યારબાદ આપને નોમીનીને અપડેટ કરવાની વિનંતીની ખરાઈ કરવા માટે બે પ્રકારે પ્રમાણીકરણ કરવાના ભાગરૂપે એક ઓટીપી પ્રાપ્ત થશે. વૈકલ્પિક રીતે, ઈ-સાઇન સુવિધાનો ઉપયોગ કરીને ડિજિટલ ફૉર્મ પર સહી પણ કરી શકાય છે.

જો તમને ઓનલાઇન પ્રક્રિયા અનુકૂળ ન લાગતી હોય તો, તમે તમારા ફોલિયોમાં નોમીનીની વિગતોને ઉમેરાવા/અપડેટ કરવા માટે જે-તે ફંડ હાઉસની નજીકમાં આવેલી શાખા કે ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટરની મુલાકાત પણ લઈ શકો છો. તમારે ફક્ત લેખિતમાં એક અરજી આપવાની રહે છે અથવા તો કૉમન એપ્લિકેશન ફૉર્મના સંબંધિત વિભાગને ભરવાનો રહે છે. તમારે જેમાં પણ નોમીનીને ઉમેરવાના હોય/અપડેટ કરવાના હોય તે એકાઉન્ટ/ફોલિયોની જાણકારી આપવાની રહે છે તથા નોમીનીઓના નામ જણાવાના રહે છે. એક એકાઉન્ટ/ફોલિયોમાં એકથી વધારે નોમીની હોવાના કિસ્સામાં તમારે તમામ નોમીનીઓની વચ્ચે તમારા રોકાણની ટકાવારીની ફાળવણી સ્પષ્ટ કરવાની રહે છે. આ ઉપરાંત, જોઇન્ટ હોલ્ડિંગના કિસ્સામાં તમામ યુનિટધારકોએ ફૉર્મ પર તેમની વેટ સિગ્નેચર (ઇલેક્ટ્રોનિક રીતે થતી હોય તેવી સહી નહીં) કરવાની રહે છે.

અંતે

યાદ રાખો કે જો કોઈ રોકાણકાર તેના/તેણીના એકાઉન્ટમાં નોમીની સ્પષ્ટ કરતા નથી કે પછી નોમિનેશનમાંથી બહાર નીકળી જાય છે, તો આ પ્રકારના રોકાણ પર ફક્તને ફક્ત કાયદાકીય વારસદાર(રો) જ તેમના કાયદાકીય વારસાહકને પૂરો પાડ્યાં પછી જ દાવો કરી શકે છે. જોકે, આ સમગ્ર પક્રિયા ખૂબ જ લાંબી હોઈ શકે છે. આથી, કોઇપણ પ્રકારની કમનસીબ ઘટનામાં સંપત્તિ સરળતાથી ટ્રાન્સફર થઈ શકે તે માટે તમારા તમામ મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં નોમીની/ઓ સોંપવામાં આવેલા હોય તે સલાહભર્યું છે.

તો, તમારા તમામ મ્યુચ્યુઅલ ફંડ રોકાણના ખાતાઓમાં નોમીની વિગતો અપડેટ કરાવી લો અને કોઈ કમનસીબ ઘટના ઘટવાના કિસ્સામાં તમારા રોકાણો પર દાવો કરવા માટે કાયદાકીય વારસાહક સાબિત કરવાની ઝંઝટમાંથી તમારા પરિવારજનોને મુક્તિ આપો.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું