કોઈ સ્કીમ પસંદ કરવામાં રોકાણ સલાહકાર અથવા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટરની ભૂમિકા શું હોય છે?

કોઈ સ્કીમ પસંદ કરવામાં રોકાણ સલાહકાર અથવા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટરની ભૂમિકા શું હોય છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

સામાન્યપણે જ્યારે લોકો પોતાની જાતે સ્કિમ પસંદ કરે છે ત્યારે તેઓ તેમના દેખાવને આધારે પસંદગી કરે છે. તેઓ એ ધ્યાનમાં નથી લેતા કે પાછલા દેખાવ યથાવત રહી ન પણ શકે. સ્કિમનું મૂલ્યાંકન સ્કિમના વિભિન્ન ગુણધર્મો જેવા કે સ્કિમના ઉદ્દેશ, રોકાણવિશ્વ, ફંડ દ્વારા લેવામાં આવતા જોખમ વગેરેની કામગીરી છે. આના માટે રોકાણકારે સમય અને પ્રયત્ન હાથ ધરવા પડે છે. રોકાણકાર વિશેષતાઓ અને સૂક્ષ્મ બાબતોને સમજવા સક્ષમ બને તે માટે આવશ્યક નિપુણતા તેમ જ ઘણા વિકલ્પોમાંથી વિશ્લેષણ અને તુલના કરવાની ક્ષમતા પણ ધરાવતા હોવા જોઇએ. મ્યુચ્યુઅલ ફંડ્ઝ વિતરક અથવા રોકાણ સલાહકાર આ પ્રકારનું કાર્ય કરવા માટે લાયક અને પ્રશિક્ષિત હોય છે.

બીજું શ્રેષ્ઠ સ્કિમમાં રોકાણ કરવા કરતા વધુ મહત્ત્વનું એ છે કે રોકાણકારની પ્રવર્તમાન સ્થિતિને સૌથી વધુ યોગ્ય અને ઉચિત હોય એવી સ્કિમમાં રોકાણ કરવું જોઇએ. રોકાણકારની પરિસ્થિતિ રોકાણકાર પોતે શ્રેષ્ઠ રીતે જાણતા હોય છે તેમ છતાં પણ સારા સલાહકાર કે વિતરક યોગ્ય પ્રશ્નો પૂછવા અને સ્થિતિને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં સક્ષમ હોય છે.

એક વખત પોર્ટફોલિયો બની જાય ત્યાર પછી સ્કિમની લાક્ષણિકતાઓ અને પોર્ટફોલિયોની નિયમિત દેખરેખ કરવી આવશ્યક હોય છે અને આ અવિરત કાર્ય છે. સલાહકાર/વિતરક તમને આ સ્કિમ્સની સમીક્ષા કરવામાં પણ મદદ કરે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું