શું હું બધા દિવસોમાં કે કોઇ ખાસ દિવસે જ નાણાં ઉપાડી શકું છું?

શું હું બધા દિવસોમાં કે કોઇ ખાસ દિવસે જ નાણાં ઉપાડી શકું છું?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ઓપન એન્ડ ફંડ કાર્યના બધા દિવસો પર રિડિમ્પશનની મંજૂરી આપે છે. જો રિડિમ્પશનની વિનંતી બિન-કાર્યના દિવસે અથવા સ્પષ્ટ કરેલા કટ-ઓફ સમય ધારો કે બપોરે 3:00 પછી ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટર ખાતે આપવામાં આવે તો તેની પ્રક્રિયા આગામી કાર્યના દિવસે થાય છે.  રિડિમ્પશન્સની પ્રક્રિયા જે તે દિવસની નેટ એસેટ વેલ્યુ (એનએવી) પર થાય છે. રિડિમ્પશનની તમામ આવક સ્પષ્ટ કરેલા સમયની અંદર, સામાન્યપણે 10 કાર્યના દિવસોની અંદર રોકાણકારનાં બેંક ખાતામાં જમા થાય છે.

રિડિમ્પશન્સ સ્કિમના પોર્ટફોલિયો નંબરને સ્પષ્ટ ઉલ્લેખ કરતી હસ્તાક્ષર કરેલી રિડિમ્પશનની વિનંતી રજૂ કરીને થઈ શકે છે. રોકાણકાર પાસે આવશ્યક સિક્યોરિટી કોડ્સ હોય તો તેઓ રિડિમ્પશન્સ માન્યતા પ્રાપ્ત ઓન-લાઇન મંચો પર પણ કરી શકે છે.

કે ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કિમ્સ (ઇએલએસએસ)માં કરવામાં આવતું રોકાણ 3 વર્ષનો લોક-ઇન સમય ધરાવે છે, ત્યાર પછી તેમને કોઇ પણ કાર્યના દિવસે રિડિમ કરી શકાય છે.

રિડિમ્પશન્સ માત્ર અસાધારણ સંજોગોમાં નિયંત્રિત થઈ શકે છે. બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની મંજૂરી હેઠળ તરલતાની સમસ્યા, મૂડીબજાર બંધ પડવા, કામગીરીની કટોકટી અથવા જ્યારે સેબી દ્વારા નિર્દેશ આપવામાં આવે ત્યારે એએમસી નિયંત્રણો લાદી શકે છે. એ વાત નોંધવી મહત્ત્વપૂર્ણ છે કે આ ઘટનાઓ અત્યંત દુર્લભ હોય છે.

431
હું રોકાણ કરવા માટે તૈયાર છું