હું મ્યુચ્યુઅલ ફંડ્ઝમાંથી મારા નાણાં કેટલા વહેલા ઉપાડી શકું છું?

હું મ્યુચ્યુઅલ ફંડ્ઝમાંથી મારા નાણાં કેટલા વહેલા ઉપાડી શકું છું?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સૌથી વધુ તરલ અસ્કયામતો પૈકીની એક છે એટલે કે તે રોકડમાં રૂપાંતરિત કરવા માટે સૌથી સરળ પૈકીના એક છે. ઓફલાઇન મોડ મારફતે ફંડ્ઝ રિડિમ કરવા માટે યુનિટ ધારકે એએમસીમાં અથવા રજિસ્ટ્રારની નિયુક્ત ઓફિસમાં હસ્તાક્ષર કરેલું રિડિમ્પશનનું વિનંતી પત્ર જમા કરવાનું હોય છે. ફોર્મમાં યુનિટ ધારકનું નામ, ફોલિયો નંબર, સ્કિમનું નામ અને રિડિમ કરવાના હોય એ યુનિટ્સની સંખ્યા જેવી વિગતોની જરૂર હોય છે. રિડિમ્પશનમાંથી થયેલી આવક પ્રથમ નામ ધરાવતા યુનિટ ધારકના નોંધણી પામેલા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સંબંધિત ફંડ્ઝની વેબસાઇટ પર પણ ખરીદી અને રિડિમ કરી શકાય છે. તમારે તમારા ઇચ્છિત મ્યુચ્યુઅલ ફંડના ‘ઓનલાઇન ટ્રાન્ઝેક્શન’ પેજ પર લોગ-ઓન કરવાનું હોય છે અને તમારા ફોલિયો નંબર અને/અથવા પાનનો ઉપયોગ કરીને લોગ-ઇન કરો, તમે રિડિમ કરવા ઇચ્છતા હોય એવી સ્કિમ અને યુનિટ્સની સંખ્યા (અથવા રકમ) પસંદ કરો અને તમારા વહેવારની પુષ્ટિ કરો.

આ ઉપરાંત સીએએમએસ (કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ), કાર્વી વગેરે જેવા રજિસ્ટ્રાર્સ કેટલાક એએમસીમાંથી ખરીદેલા મ્યુચ્યુઅલ ફંડ રિડિમ કરવાનો વિકલ્પ ઓફર કરે છે. તમે ઓનલાઇન ફોર્મ ડાઉનલોડ કરી શકો અથવા નજીકની ઓફિસની મુલાકાત લઈ શકો છો. કૃપા કરીને નોંધ લો કે આ એજન્સીઓ તમામ એએમસીની સેવા ન પણ આપતા હોઇ શકે છે.

431
હું રોકાણ કરવા માટે તૈયાર છું