હું મ્યુચ્યુઅલ ફંડ્ઝમાંથી મારા નાણાં કેવી રીતે ઉપાડી શકું?

હું મ્યુચ્યુઅલ ફંડ્ઝમાંથી મારા નાણાં કેવી રીતે ઉપાડી શકું? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડ્ઝના સૌથી મોટા લાભ પૈકીનો એક તરલતા છે – રોકાણકારના યુનિટ્સને રોકડમાં રૂપાંતરિત કરવાની સરળતા.

સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્ઝનું નિયમન થતું હોવાથી તરલતાને સુનિશ્ચિત કરવા માટે નિયમો યોગ્ય રીતે ઘડવામાં આવ્યા છે. ઓપન એન્ડ સ્કિમ્સ એક મુખ્ય વિશેષતાનાં સ્વરૂપે તરલતા પૂરી પાડે છે અને મોટા ભાગની સ્કિમ્સ ઓપન એન્ડ સ્કિમ્સ હોય છે. તરલતા અસ્કયામતને રોકડમાં બદલવા કે રૂપાતંરિક કરવાની સરળતા છે. 

રિડિમ્પ્શનની અરજી કર્યા બાદ એક વખત રિડિમ્પશન પૂર્ણ થાય ત્યાર પછી ફંડ્ઝને 3 કામગીરીના દિવસોની અંદર રોકાણકારના નિર્દિષ્ટ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. 

જોકે બે બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. એક બાબત એ છે કે અમુક સ્કિમ્સમાં એક્ઝિટ લોડ અવધિ હોઇ શકે છે. આવા કિસ્સાઓમાં સ્પષ્ટ કરેલી નિશ્ચિત અવધિ દા.ત. 3 મહિના પહેલા રિડિમ્પશન કરવામાં આવે તો અસ્કયામતનાં મૂલ્યના 0.5%નો સાધારણ લોડ લાગુ થઈ શકે છે. ફંડ મેનેજર્સ આવો લોડ ટૂંકા ગાળાના રોકાણકારોને દૂર રાખવા માટે લાગુ કરે છે. બીજુ એ કે એએમસી રિડિમ્પશન માટેની લઘુત્તમ રકમ કેટલી છે તેનો સંકેત આપી શકે છે. રોકાણકારોને રોકાણ કરતા પહેલા સ્કિમને લગતા તમામ દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચવા જોઇએ.

431
429
હું રોકાણ કરવા માટે તૈયાર છું