શું ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્ઝ માત્ર ભારતમાં રોકાણ કરે છે?

શું ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્ઝ માત્ર ભારતમાં રોકાણ કરે છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મોટા ભાગના ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્ઝ માત્ર ભારતમાં રોકાણ કરે છે, પરંતુ થોડી એવી પણ સ્કિમ્સ છે જે વિદેશી જામીનગીરીઓમાં પણ રોકાણ કરે છે.

તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સે ભારતમાં રોકાણકારોને યુનિટ્સ ઓફર કરતા પહેલા સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની મંજૂરી લેવી પડે છે. સેબી સ્કિમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (એસઆઇડી)ની તપાસ કર્યા પછી મંજૂરી આપે છે. એસઆઇડી સ્કિમ્સના રોકાણ ઉદ્દેશો, રોકાણ કરવાનું હોય એવી જામીનગીરીઓના પ્રકાર, દેશ, પ્રદેશો અને દરેક જામીનગીરી સાથે સંકળાયેલા જોખમો અંગે સ્પષ્ટપણે વ્યાખ્યા કરે છે.

હકીકતમાં વિદેશી જામીનગીરીઓમાં આવું રોકાણ કરવાની બે રીત છે. સ્કિમ્સ વિદેશી જામીનગીરીઓમાં રોકાણ માટે સેબીની અલગથી મંજૂરી મેળવ્યા પછી વિદેશી એક્સચેન્જોમાં લિસ્ટ થયેલી કે ટ્રેડ થતી આવી જામીનગીરીઓ ખરીદી શકે છે અથવા તેઓ અન્ય વિદેશી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ કે જે તેમના પોર્ટફોલિયોમાં આવી જામીનગીરીઓ ધરાવતી હોય તેમાં રોકાણ કરી શકે છે. કોઇ પણ રીતે સ્કિમ પોતાના પોર્ટફોલિયોમાં વિદેશી ફ્લેવર ધરાવે છે. 

વિદેશી જામીનગીરીઓમાં રોકાણ કર્યા પછી પણ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્ઝે દૈનિક નેટ એસેટ વેલ્યુઝ પૂરા પાડવાના હોય છે, પોર્ટફોલિયો ડિસ્ક્લોઝર સુનિશ્ચિત કરવું હોય છે, તરલતા પ્રદાન કરવી હોય છે વગેરા. ટૂંકમાં તેમણે સેબીનાં તમામ નિયમનોનું અનુસરણ કરવું પડે છે. આવી સ્કિમ્સ વિદેશી જામીનગીરીઓના ઘટકમાં રોકાણ માટે સમર્પિત, અલગ ફંડ મેનેજર ધરાવતા હોવા જોઇએ.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું