શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ માત્ર સ્ટોક્સમાં રોકાણ કરે છે?

શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ માત્ર સ્ટોક્સમાં રોકાણ કરે છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

તમે જ્યારે એમ્યુઝમેન્ટ પાર્કની કલ્પના કરો ત્યારે તમારા મનમાં રોલર-કોસ્ટર્સનું કે ટોય ટ્રેનનું દૃશ્ય ઊભું થાય છે? કદાય રોલર-કોસ્ટરનું. સામાન્યપણે આવા પાર્ક્સમાં આ રાઇડ્સ સૌથી મોટા આકર્ષણ હોય છે, જે એમ્યુઝમેન્ટ પાર્ક અંગેની ધારણાનું સર્જન કરે છે. ‘મ્યુચ્યુઅલ ફંડ્ઝ’ માટે પણ આવી પ્રકારની ધારણા છે કે તેઓ માત્ર સ્ટોક્સમાં રોકાણ કરે છે અને તેથી તે જોખમી હોય છે. લોકોની રોકાણની જુદી જુદી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મ્યુચ્યુઅલ ફંડ્ઝના ઘણા પ્રકાર હોય છે. કેટલાક રોકાણકારોને ઊંચું વળતર જોઇએ છે, જે માત્ર સ્ટોક્સ આપી શકે છે. આવા રોકાણકારો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરી શકે છે, જે આવા લક્ષ્યાંકો હાંસલ કરવા માટે ઉપલબ્ધ લાંબા ગાળાના શ્રેષ્ઠ રોકાણ વિકલ્પો પૈકીના એક છે. પરંતુ આ મ્યુચ્યુઅલ ફંડ્ઝ વિવિધ કંપનીઓના સ્ટોક્સમાં પોતાનું રોકાણ ધરાવતા હોવાને લીધે ઊંચી અસ્થિરતાનું જોખમ ધરાવે છે.

મ્યુચ્યુઅલ ફંડ્ઝના અન્ય પ્રકાર પણ છે, જે ઇક્વિટીમાં નહીં, પરંતુ બેંકો, કંપનીઓ, સરકારી સંસ્થાઓ દ્વારા જારી કરેલા બોન્ડ્સ અને નાણાં બજારનાં સાધનોમાં (બેંક સીડી, ટી-બિલ્સ, કોમર્શિયલ પેપર્સ) રોકાણ કરે છે, જે નીચું જોખમ ધરાવે છે, પરંતુ ઇક્વિટી ફંડ્ઝની તુલનામાં વળતર પણ ઓછું આપે છે. આ ફંડ્ઝ પરંપરાગત વિકલ્પો જેવા કે બેંક ફિક્સ્ડ ડિપોઝિટ્સ કે પીપીએફના શ્રેષ્ઠ વિકલ્પ છે. તેથી જો તમે તમારા નાણાંનું એવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય જે તમને બેંક કે પોસ્ટ ઓફિસ એફડી કરતા વધુ સારું રોકાણ આપે અને તે વધુ કરકાર્યક્ષમ હોય તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ્ઝ આવા નાણાકીય ધ્યેયો હાંસલ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું