હું નિયમિત ધોરણે મારા રોકાણને કેવી રીતે ટ્રેક કરી શકું?

હું નિયમિત ધોરણે મારા રોકાણને કેવી રીતે ટ્રેક કરી શકું? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

રોકાણકારો મોટે ભાગે વિચારતા હોય છે કે મારા રોકાણની પ્રગતિને કેવી રીતે ટ્રેક કરું.

આ ક્રિકેટ મેચમાં લક્ષ્યાંક હાંસલ કરવા જેવું છે. ક્રિકેટ મેચમાં બીજી બેટિંગ કરતી ટીમ સમીકરણને જાણતી હોય છે – કેટલા રન, કેટલી વિકેટ અને કેટલી ઓવર.

નાણાકીય ધ્યેય હાંસલ કરવા માટે રોકાણ કરવાની બાબત પણ ઘણી ખરી આવી જ છે. નાણાકીય ધ્યેયને લક્ષ્યાકિંત સ્કોર તરીકે ધારો - 

  1. અત્યાર સુધી તમે એકત્રિત કરેલી રકમ તમે અત્યાર સુધી કરેલા રન છે.
  2. હજુ એકત્રિત કરવાની રકમ બનાવવાના રહેતા રન છે અને વધેલો સમય એ વધેલી ઓવર્સ છે.
  3. વિકેટની સ્થિતિ અને બોલર્સની ગુણવત્તાની તુલના વિવિધ જોખમોની સાથે થઈ શકે છે – પછી તે રાષ્ટ્રીય કે વૈશ્વિક અર્થતંત્ર; વૈશ્વિક મૂડી પ્રવાહો; દેશમાં રાજકીય પરિસ્થિતિ; કાયદા, નિયમનો અને વેરામાં ફેરફારને સંબંધિત હોય.
  4. આ કેસમાં સ્કોરબોર્ડ તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં જ્યારે રોકાણ કરો છો ત્યારે તમને મળતું ખાતાનું સ્ટેટમેન્ટ છે.
  5. વ્યક્તિના રોકાણનાં મૂલ્ય – સ્ટોરબોર્ડને તપાસવા માટે ઓનલાઇન ટુલ્સ અને મોબાઇલ એપ્સ પણ ઉપલબ્ધ છે.
432
હું રોકાણ કરવા માટે તૈયાર છું