મારે મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે પસંદ કરવા જોઈએ?

મારે મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે પસંદ કરવા જોઈએ? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

કલ્પના કરો કે તમે ટ્રાવેલ એજન્ટને પૂછી રહ્યા છો કે, “મારે મારા માટે પરિવહનનો પ્રકાર કેવી રીતે પસંદ કરવો જોઇએ?” તેઓ/તેણી સૌ પ્રથમ એ કહેશે કે, “તમે ક્યાં જવા માગો છો તેના પર આધાર રાખે છે.” જો મારે 5 કિમી દૂર જવાનું હોય તો ઓટો રિક્ષા શ્રેષ્ઠ વિકલ્પ હોઇ શકે છે, જ્યારે નવી દિલ્હીથી કોચીની સફર કરવા માટે ફ્લાઇટ શ્રેષ્ઠ વિકલ્પ હોઇ શકે છે. ફ્લાઇટ ટૂંકા અંતર માટે ઉપલબ્ધ હોતી નથી અને ઓટો રિક્ષા લાંબા અંતરની સફર માટે અત્યંત પ્રતિકૂળ અને ધીમી હોય છે. 

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં પણ શરૂઆતનું બિંદુ એ હોવું જોઇએ કે – તમારી જરૂરિયાતો શું છે ?

 તે તમારા નાણાકીય ધ્યેયો અને જોખમ લેવાની ક્ષમતા સાથે શરૂ થાય છે.

તમારે સૌ પ્રથમ તમારા નાણાકીય ધ્યેયો ઓળખવાના હોય છે. કેટલીક મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ ટૂંકા ગાળાની જરૂરિયાતો કે ધ્યેયો માટે યોગ્ય હોય છે, જ્યારે કેટલીક સ્કિમ્સ લાંબા ગાળાના ધ્યેયો માટે વધુ સારી હોઇ શકે છે. 

તેના પછી આવે છે જોખમ લેવાની તમારી ક્ષમતા. વિભિન્ન લોકો જોખમ લેવાની વિભિન્ન ક્ષમતા ધરાવતા હોય છે. પતિ અને પત્ની સંયુક્ત નાણાકીય સાધનો ધરાવી શકે છે, પરંતુ તેમની જોખમ લેવાની ક્ષમતા જુદી જુદી હોઇ શકે છે. કેટલાક લોકો ઊંચા જોખમની પ્રોડક્ટ્સથી અનુકૂળ હોય છે, જ્યારે અન્ય કેટલાક તેનાથી પ્રતિકૂળ હોય છે.

તમારી જોખમની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે તમે રોકાણ સલાહકારો અથવા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટરો જેવા નાણાકીય નિષ્ણાતોની મદદ લઈ શકો છો.

426
426
હું રોકાણ કરવા માટે તૈયાર છું