વ્યાજદરમાં ફેરફાર ડેટ ફંડ્ઝમાંથી પ્રાપ્ત થતા મારા વળતરને કેવી રીતે અસર કરે છે?

વ્યાજદરમાં ફેરફાર ડેટ ફંડ્ઝમાંથી પ્રાપ્ત થતા મારા વળતરને કેવી રીતે અસર કરે છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ડેટ ફંડ્ઝ કોર્પોરેટ કે સરકારી બોન્ડ્સ જેવી નિશ્ચિત આવકની જામીનગીરીઓ અને નાણાં બજારનાં સાધનોમાં રોકાણ કરે છે. આ જામીનગીરીઓ વ્યાજ વેઠતા સાધનો છે, જે રોકાણકારોને નિયમિત અંતરાયે નિશ્ચિત વ્યાજ (કુપન રેટ) ચુકવે છે અને પાકતી મુદ્દતે રોકાણ કરેલી રકમ (મૂળ રકમ) ચુકવે છે. આ જામીનગીરીઓની કિંમતને વ્યાજદરમાં થતા ફેરફારથી પ્રત્યક્ષ અસર થાય છે. બોન્ડ કિંમત અને વ્યાજદર વિપરિત પ્રમાણસરના હોય છે. 

બોન્ડને ચોક્કસ કિંમતે (મૂળ કિંમત) પ્રથમ વખત જારી કરવામાં આવે ત્યારે બોન્ડનો કુપન દર નિર્ધારિત કરવામાં આવે છે. જો વ્યાજદર કુપન રેટથી ઘટીને નીચે જાય તો બોન્ડ વધુ આકર્ષક દેખાય છે, કારણ કે તે બજારમાં હાલમાં ઉપલબ્ધ વ્યાજદરથી ઊંચા વ્યાજદર ધરાવે છે. તેથી આવા બોન્ડ્સની માગ વધી જાય છે, જેથી તેની કિંમત વધે છે. જો વ્યાજદર વધે તો આ બોન્ડ્સ બિનઆકર્ષક દેખાય છે અને તેમની કિંમતો નીચી માગને લીધે ઘટે છે. 

જ્યારે વ્યાજદર વધે છે ત્યારે નિશ્ચિત આવકની જામીનગીરીઓની કિંમત ઘટે છે. આનાથી નિશ્ચિત આવકનાં ફંડ્ઝ કે જે તેમના પોર્ટફોલિયોમાં આ જામીનગીરીઓ ધરાવતા હોય તેમની એનએવીમાં ઘટાડો થાય છે. બીજી બાજુએ જ્યારે વ્યાજદર ઘટે છે ત્યારે નિશ્ચિત આવકની જામીનગીરીઓની કિંમતો વધે છે, જેનાથી નિશ્ચિત આવકનાં ફંડ્ઝની એનએવીમાં વધારો થાય છે. તેથી જ્યારે વ્યાજદરમાં ઘટાડો થાય ત્યારે તમે તમારા નિશ્ચિત આવકનાં ફંડમાં કરેલા રોકાણમાંથી સકારાત્મક વળતર મેળવો છો અને વ્યાજદરમાં વધારો થાય તો વિપરિત પરિણામ પ્રાપ્ત કરો છો.

433
હું રોકાણ કરવા માટે તૈયાર છું