કોઇ પણ બે યોજનાઓની કામગીરીની સરખામણી કેવી રીતે કરવી જોઇએ

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

તમે જ્યારે કાર ખરીદવા માગતા હો ત્યારે તમે કયાં મોડલ ધ્યાનમાં લેવાં, એવું કઇ રીતે નક્કી કરો છો? તમે પહેલાં લેટેસ્ટ મોડલ નક્કી કરો છો કે કારનો પ્રકાર નક્કી કરો છો? જો તમે હજુ પણ  નક્કી ન કરી શકતા હો તો તો તમે ડીલરની મુલાકાત લો છો અને ત્યાં તમને પહેલો પ્રશ્ન એ જ પૂછવામાં આવે છે કે તમે કેવા પ્રકારની કાર લેવા માગો છો,  એસયુવી, હેચબેક, કે સેડાન? 

આ જ બાબત, મ્યુચ્યુઅલ ફંડની સ્કીમની કામગીરીની સરખામણી માટે લાગુ પડે છે. તમે જુદી જુદી શ્રેણી (કેટેગરી)ની સ્કીમની કામગીરીની સરખામણી કરી શકો નહીં. સમાન રોકાણ ઉદ્દેશ, મિલકતની ફાળવણી અને સમાન બેન્ચમાર્ક ઇન્ડેક્સ ધરાવતી હોય તેવી, એક સરખી કેટેગરીની સ્કીમની તુલના કરવી જોઇએ. તમે એસયુવીને સેડાન સાથે સરખાવી ન શકો, કારણ કે તે બંને વિભિન્ન જરૂરિયાતો માટે બનાવવામાં આવી છે. તેવી જ રીતે, રોકાણના વિભિન્ન ઉદ્દેશો ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી જુદી જુદી સ્કીમમાં શક્ય છે કે, જોખમનું પ્રમાણ પણ અલગ અલગ હોય. પરંતુ તમે એકસરખો બેન્ચમાર્ક ધરાવતી બે સ્કીમની તુલના કરો ત્યારે, તે  બિલકુલ એવું છે કે તમે એક સરખી એન્જિન સિસ્ટમને આધારે ડિઝાઇન કરાયેલી બે કારની કામગીરીની સરખામણી કરો.  બે બ્લૂચીપ ફંડ કે બે સ્મોલ કેપ ફંડની તુલના કરો તો એ બરાબર છે, પરંતુ બ્લૂચીપ ફંડની કામગીરીની તુલના સ્મોલ કેપ ફંડની કામગીરીની સાથે કરવી જોઇએ નહીં, પછી ભલે તે બંને ઇક્વિટી સ્કીમ જ હોય. એ મુદ્દો પણ ધ્યાનમાં રાખવો કે, શ્રેણી (કેટેગરી) ભલે એક જ હોય તેમ છતાં તેમાં પણ, તમારે એકસરખા સમયગાળા માટે જ સરખામણી કરવી જોઇએ. તમે શહેરમાં કાર ચલાવો અને તમને જે માઇલેજ મળે, તેની સરખામણી તમે હાઇવે પર કાર ચલાવો અને જે માઇલેજ મળે તેની સાથે કરી શકો જ નહીં. આ જ વાત ફંડની સરખામણી બાબતે પણ લાગુ પડે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું