યુલિપ મ્યુચ્યુઅલ ફંડથી અલગ કેવી રીતે છે?

યુલિપ મ્યુચ્યુઅલ ફંડથી અલગ કેવી રીતે છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

યુલિપ યુનિટ-લિન્ક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન છે. આ રોકાણનું ઘટક ધરાવતી જીવન વીમા પોલિસી છે, જેનું રોકાણ વિવિધ નાણાકીય બજારોમાં કરવામાં આવે છે. રોકાણ ઘટક દ્વારા સર્જાતા વળતર પોલિસીનું મૂલ્ય નિર્ધારિત કરે છે. જોકે પોલિસી ધારકનાં મૃત્યું પરની વીમાકૃત્ત રકમ બજાર કાર્ય પર આધાર રાખતી નથી – લઘુત્તમ વીમાકૃત્ત રકમ અપ્રભાવિત રહી શકે છે. અન્ય શબ્દોમાં યુલિપ હાઇબ્રિડ પ્રોડક્ટ છે, જે રોકાણ અને વીમાનું સંયોજન છે.

યુલિપનો રોકાણ ઘટક મ્યુચ્યુઅલ ફંડ જેવો હોય છે.

1. બંને પ્રબંધિત રોકાણો છે.

2. બંને માટે વ્યાવસાયિકોની ટીમ રોકાણનું સંચાલન કરે છે અને ફંડ્ઝનું રોકાણ જણાવેલા ધ્યેયોને અનુરૂપ કરવામાં આવે છે.

3. ખરીદી કરવા પર રોકાણકારોને યુનિટ્સ ફાળવવામાં આવે છે અને સમયાંત્તરે યુનિટદીઠ એનએવી જાહેર કરવામાં આવે છે.

યુલિપ વીમા પોલિસી હોવાથી નિયમિત પ્રિમિયમ ચુકવવામાં ન આવે તો જોખમ કવર રદ થાય છે.

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં એનએવીની ગણતરી પહેલા તમામ ખર્ચ ચાર્જ કરવામાં આવે છે, જ્યારે યુલિપના કેસમાં કેટલાક ખર્ચ મ્યુચ્યુઅલ ફંડ્ઝની જેમ, જ્યારે અન્ય ખર્ચ રોકાણકારના ખાતામાંથી નાની સંખ્યામાં યુનિટ્સ રદ કરીને ચાર્જ કરવામાં આવે છે.

એક યુલિપ પ્રોડક્ટની અંદર એક કરતા વધુ ફંડ વિકલ્પો હોઇ શકે છે અને રોકાણકાર આ ફંડ્ઝમાં સ્વિચ કરવા માટે મુક્ત હોય છે. જોકે કેટલીક યોજનાઓ એક વર્ષમાં ફ્રી સ્વિચિસની સંખ્યા પર નિયંત્રણ મૂકે છે. મ્યુચ્યુઅલ ફંડના કેસમાં એક ફંડમાંથી અન્ય ફંડમાં સ્વિચ ગમે તેટલી વખત કરી શકાય છે, પરંતુ વ્યક્તિ કઇ સ્કિમમાંથી એક્ઝિટ થાય છે તેને આધારે એક્ઝિટ લોડ લાગુ થઈ શકે છે અને ન પણ થઈ શકે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું