ડાઇરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ મંચમાં રોકાણ કરવું કેટલું સુરક્ષિત છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

એવી ઘણી ફિનટેક કંપનીઓ છે જે વિના મૂલ્યે કે ફી સાથે ડાઇરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ મંચો ઓફર કરે છે. આમાંના મોટા ભાગનાં મંચો સેબી સમક્ષ નોંધણી પામેલા હોય છે, આમ સારું નિયમન ધરાવતા હોય છે અને સેબી દ્વારા ફરજિયાત બનાવેલી સુરક્ષા તથા ગોપનીયતાની માર્ગદર્શિતા દ્વારા નિયંત્રિત હોય છે. આજે ફોર્ચ્યુન 500 કંપનીઓ પણ હેક થઈ શકતી હોય તો આજ રીતે મ્યુચ્યુઅલ ફંડ્ઝ મંચો પણ હેક થઈ શકે છે. જોકે આવું થવાની શક્યતા ઘણી ઓછી છે.

હાલમાં મોટા ભાગના ડાઇરેક્ટ મંચોની માલિકી લાંબા સમયથી અસ્તિત્ત્વમાં ન હોય એવા સ્ટાર્ટઅપ્સ પાસે હોવાથી તેમાંની કેટલી બંધ થવાની અથવા મોટી કંપનીઓ દ્વારા તેમનું હસ્તાંતરણ થવાની શક્યતા હોઇ શકે છે. પરંતુ તમારે આ નોંધણી પામેલા મંચો મારફતે કરેલા તમારા રોકાણ અંગે ચિંતા કરવાની જરૂર નથી, ભલે પછી તેઓ ભવિષ્યમાં તેમનું અસ્તિત્વ ટકાવી ન શકે, કારણ કે તમારા દ્વારા રોકાણ કરેલા નાણાં મ્યુચ્યુઅલ ફંડ્ઝના ખાતામાં જાય છે અને ફંડ તમારા રોકાણનું ખાતું જાળવવા માટે સેબીના માન્યતાપ્રાપ્ત રજિસ્ટ્રાર ધરાવે છે.

તમે તમારા રોકાણ સુધી પહોંચવા માટે હંમેશાં ફંડ હાઉસનો સંપર્ક કરી શકો છો. જો તમને ડાઇરેક્ટ મંચનો યુઝર અનુભવ, ફી, તેના દ્વારા આપવામાં આવતી સેવાઓ ગમતી હોય અને જો ફાઉન્ડિંગ ટીમ આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરતી હોય તો તેને પસંદ કરો. તેના ભવિષ્ય અંગે અને તેમના મારફતે કરેલા તમારા રોકાણ અંગે ચિંતા કરશો નહીં. તેઓ હંમેશા ફંડ હાઉસ સાથે સુરક્ષિત રહેશે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું