મારા માટે કયું ફંડ યોગ્ય છે તે હું કેવી રીતે જાણી શકું?

મારા માટે કયું ફંડ યોગ્ય છે તે હું કેવી રીતે જાણી શકું?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

એક વખત રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાનો નિર્ણય લે ત્યાર પછી તેમણે કઈ સ્કિમમાં – ફિક્સ્ડ ઇન્કમ, ઇક્વિટી  કે બેલેન્સ્ડમાં રોકાણ કરવું છે અને કઈ એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) સાથે રોકાણ કરવું એ અંગેનો નિર્ણય લેવાનો હોય છે.

સૌપ્રથમ, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર/રોકાણ સલાહકાર સાથે તમારા ઉદ્દેશ્ય વિશે, તમે કયા સમયગાળા માટે સહજતા અનુભવો છો અને તમારી જોખમ લેવાની ક્ષમતા શું છે તે અંગે નિઃસંકોચ થઈને ચર્ચા કરો.

કયા ફંડમાં રોકાણ કરવું એ અંગેનો નિર્ણય આ માહીતીને આધારે થાય છે.

  1. જો તમે નિવૃત્તિની યોજના જેવો લાંબા ગાળાનો ઉદ્દેશ ધરાવતા હોય અને થોડું જોખમ લેવા માટે તૈયાર હોય તો ઇક્વિટી કે બેલેન્સ્ડ ફંડ આદર્શ ગણાશે. 
  2. જો તમે થોડા મહિના માટે નાણાં એક બાજુ પર રાખવા જેવા ખૂબ ટૂંકા ગાળાનો લક્ષ્ય ધરાવતા હોય તો લિક્વિડ ફંડ આદર્શ ગણાશે. 
  3. જો વિચાર નિયમિત આવકનું સર્જન કરવાનો હોય તો માસિક આવક યોજના કે ઇન્કમ ફંડની ભલામણ કરવામાં આવે છે. 

કયા પ્રકારના ફંડમાં રોકાણ કરવું એ અંગેનો નિર્ણય લીધા પછી એએમસીમાંથી કોઇ વિશેષ સ્કિમ અંગેનો નિર્ણય લેવાનો રહે છે. આ નિર્ણય સામાન્યપણે એએમસીના ટ્રેક રેકોર્ડને, સ્કિમની યોગ્યતા, પોર્ટફોલિયોની વિગતો વગેરે નિશ્ચિત કર્યા પછી કરવામાં આવે છે.

સ્કિમની ફેક્ટશીટ્સ અને કી ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ (ચાવીરૂપ માહિતી મેમોરેન્ડરમ) એવા બે દસ્તાવેજો છે જે દરેક રોકાણકારે રોકાણ કરતા પહેલા ધ્યાનથી વાંચવા જોઇએ. જો વ્યક્તિને વિગતવાર માહિતીની જરૂર હોય તો સ્કિમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ જોવું જોઇએ. આ તમામ દરેક મ્યુચ્યુઅલ ફંડની વેબસાઇટ પર સરળતાથી મળી જાય છે.

424
હું રોકાણ કરવા માટે તૈયાર છું