મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કેવી રીતે શરૂ કરવું?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હવે એટલું આસાન અને સરળ બન્યું છે કે વ્યક્તિ કોઇ વધારાના દસ્તાવેજ વિના ગમે તેટલા ફંડમાં રોકાણ કરવાનો વિચાર કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ પહેલી વખત પોતાનું કેવાયસી પૂર્ણ કરવાનું હોય છે, જે એક સમયની પ્રક્રિયા છે. તમે, કેવાયસી ખરાઇને પૂર્ણ કરવામાં તમને મદદ કરે તે માટે કાં તો વિતરકનો કે રોકાણ સલાહકારનો સંપર્ક કરી શકો છો અથવા તમે ઇ-કેવાયસી ઓનલાઇન કરી શકો છો. કેવાયસી મ્યુચ્યુઅલ ફંડનાં વિશ્વની ચાવીને સમાન છે. તમે એક વખત તમારું કેવાયસી પૂર્ણ કરી લો ત્યાર પછી તમે દરેક રોકાણ માટે વધારે ખરાઇમાંથી પસાર થયા વિના કોઇ પણ ફંડમાં રોકાણ કરી શકો છો.

તમે કેવાયસીની ખરાઇ પછી એક વખત રોકાણ કરવા માટે તૈયાર થઈ જાઓ ત્યાર પછી તમે મ્યુચ્યુઅલ ફંડના વિતરકો, નોંધણી પામેલા રોકાણ સલાહકાર, શેરબજારના બ્રોકર, બેંક કે અન્ય કોઇ નાણાકીય મધ્યસ્થીની મદદથી રોકાણ કરવાનું પસંદ કરી શકો છો. પરંતુ જો તમે તમારી જાતે રોકાણ કરવા માગતા હો તો તમે ફંડ હાઉસની નજીકની ઓફિસમાં જઈ શકો છો અથવા ઓનલાઇન રોકાણ કરવા માટે તેમની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા અન્ય કોઇ ઓનલાઇન મંચ મારફતે કરી શકો છો.  

સીધું કરવું કે વિતરક મારફતે રોકાણ કરવું, એ બંને વચ્ચેની પસંદગી વ્યક્તિગત હોય છે. જો તમે એવી વ્યક્તિ હો કે જે પોતાનું રોકાણ પોતાની જાતે સંચાલિત કરવું ગમતું હોય તો તમે ચોક્કસપણે ફંડની વેબસાઇટ મારફતે કે ઓનલાઇન મંચ મારફતે ઓનલાઇન રોકાણ કરી શકો છો. પરંતુ જો તમને રોકાણ કરવામાં સલાહ લેવી હોય કે મદદની જરૂર હોય તો તમે વિતરક, રોકાણ સલાહકાર, બેંક વગેરે જેવા મધ્યસ્થી મારફતે રોકાણ કરી શકો છો.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું