હું મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં સીધું રોકાણ કેવી રીતે કરી શકું?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

જો તમારી કેવાયસી પૂર્ણ થઈ હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં સીધું ઓનલાઇન કે ઓફલાઇન રોકાણ કરી શકો છો. જો તમને ઓનલાઇન વહેવાર કરવામાં પ્રતિકૂળતા હોય તો તમે તેની નજીકની શાખાની મુલાકાત લઈને ફંડમાં રોકાણ કરી શકો છો.  

મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સમાં સીધું રોકાણ કરવાનો સૌથી અનુકૂળ માર્ગ ઓનલાઇન છે અને તમે કમિશન પણ બચાવી શકો છો. તમે ફંડની વેબસાઇટ અથવા તેની આરટીએ સાઇટ મારફતે કે ફિનટેક મંચ મારફતે ઓનલાઇન રોકાણ કરી શકો છો. ફંડની વેબસાઇટ પર સીધું રોકાણ કરવા માટે તમારે બહુવિધ લોગિન્સ સંચાલિત કરવાની જરૂર હોય છે.  

ડાઇરેક્ટ પ્લાનમાં રોકાણ કરવાનો અર્થ એ થાય છે કે તમે નાણાકીય યોજના બનાવવાની, તમારા લક્ષ્યાંકો માટે સૌથી યોગ્ય હોય એવા ફંડ્ઝ પસંદ કરવાની અને જો જરૂર હોય તો તેને પુનઃસમતુલિત કરવા માટે નિયમિતપણે પોર્ટફોલિયો પર દેખરેખ રાખવાની જવાબદારી લો છો. યોગ્ય ફંડ્ઝ પસંદ કરવા અને પોર્ટફોલિયોને સંચાલિત કરવા માટે દરેક વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ્ઝ અંગે પૂરતું જ્ઞાન ધરાવતા નથી. તેથી ડાઇરેક્ટ પ્લાન એવા રોકાણકારો માટે હોય છે જેઓ આને સરળતાથી સંચાલિત કરી શકતા હોય. નહીંતર મ્યુચ્યુઅલ ફંડ્ઝનું અપૂરતું જ્ઞાન ધરાવતા હોય એવા લોકો માટે વિતરક મારફતે રોકાણ કરવું સલાહપાત્ર છે.

424
426
હું રોકાણ કરવા માટે તૈયાર છું