કઈ વયે રોકાણ કરવાનું શરૂ કરવું જોઇએ?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

જો તમે વિચારતા હો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ઘણું વહેલું કે મોડું છે તો નિશ્ચિંત રહો, રોકાણ શરૂ કરવાની યોગ્ય વય હકીકતમાં તમે રોકાણ કરવાનો જે ક્ષણે નિર્ણય કરો તે જ છે.  પરંતુ જેટલું તમે વહેલું રોકાણ શરૂ કરશો તેટલું તમારા માટે સારું ગણાશે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ ચક્રવૃદ્ધિની શક્તિ મારફતે લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવામાં મદદ કરે છે. 

તમારા રોકાણ પર ચક્રવૃદ્ધિની શક્તિનો જાદુ કાર્ય કરે તે માટે તમારે તમારી કારકિર્દીના આરંભમાં શરૂઆત કરવી જોઇએ. હકીકતમાં મ્યુચ્યુઅલ ફંડમાં જોડાવાનો આદર્શ સમય તમે જ્યારથી કમાવાની શરૂઆત કરો તે દિવસ છે. જો તમે તમારી માસિક આવકમાંથી થોડી બચત કરી શકો અને એસઆઇપી મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં તેનું રોકાણ કરો તો તમે તમારાં નાણાંને વૃદ્ધિ પામવા માટે પૂરતો સમય આપી રહ્યા છો. તમે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે ભવિષ્યમાં આવાં શિસ્તબદ્ધ રોકાણના અભિગમનો લાભ મેળવી શકશો. યાદ રાખો કે જોખમ લેવાની તમારી ક્ષમતા એટલે કે તે પ્રકારનું જોખમ લેવા માટેની તમારી ક્ષમતા અને તૈયારીને અનુરૂપ હોય એવાં જોખમ સ્તર ધરાવતી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં રોકાણ કરો.

જેમ આપણાં જીવનમાં પ્રગતિ થાય છે તેમ વધતા પગારની સાથે આપણાં જીવનનાં લક્ષ્યાંકો પણ મોટાં થાય છે. તમારા પ્રથમ પગારની સાથે એસઆઇપી મારફતે તમારી રોકાણની સફર શરૂ કરો અને આ લક્ષ્યાંકોને આરામથી હાંસલ કરવા માટે દરેક પગાર વધારાની સાથે તેમાં વધારો કરો. પરંતુ જો તમે હજુ શરૂઆત કરી ન હોય તો આજથી જ મ્યુચ્યુઅલ ફંડની તમારી સફર શરૂ કરવી ક્યારેય મોડું ગણાશે નહીં, કારણ કે તમે હજુ થોડાં વર્ષો સુધી નિર્ણય લેવામાં વિલંબ કરો છો તો તેની તુલનામાં ચક્રવૃદ્ધિની શક્તિ તમને હજુ પણ વધુ આપી શકે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું