રોકાણકારને વર્ગીકૃત્ત કરી શકાય એવા જોખમ પ્રોફાઇલનાં વિભિન્ન પ્રકારો કયા છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

જેમ આપણે જોખમ આધારિત મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સની વિભિન્ન કેટેગરી ધરાવીએ છીએ તેમ આપણે રોકાણકારોને પણ તેમના જોખમ પ્રોફાઇલને આધારે આવી જ કેટેગરીમાં વર્ગીકૃત્ત કરીએ છીએ. રોકાણકારોને બે પરિબળોને આધારે આક્રમક, સાધારણ અને રૂઢીચુસ્ત જોખમ પ્રોફાઇલમાં વર્ગીકૃત્ત કરી શકાય છે. રોકાણકારની જોખમ પ્રોફાઇલ તેમની/તેણીની જોખમ લેવાની ક્ષમતા (જોખમ ક્ષમતા) અને જોખમ ગ્રહણ કરવાની ઇચ્છા (જોખમ અનિચ્છા) પર આધાર રાખે છે. જો રોકાણકાર જોખમ લેવા માટે ઓછી ઇચ્છા અને ક્ષમતા બંને ધરાવતા હોય તો આપણે તેમને રૂઢીચુસ્ત રોકાણકાર તરીકે ઓળખીએ છીએ અને તેમણે ડેટ ફંડ્ઝ, બેંક એફડી જેવી ઓછું જોખમ ધરાવતી રોકાણ પ્રોડક્ટ્સમાં રોકાણ કરવું જોઇએ.

જો રોકાણકાર જોખમ લેવાની ઊંચી ક્ષમતા અને ઇચ્છા ધરાવતા હોય તો આવા રોકાણકારને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્ઝ, ડાઇરેક્ટ ઇક્વિટી જેવી આક્રમક જોખમ કેટેગરીમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. જોકે જો રોકાણકાર જોખમ લેવાની ઘણી ઇચ્છા ધરાવે છે, પરંતુ જોખમ લેવાની ક્ષમતા ઓછી છે અથવા જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ જોખમ લેવાની ઇચ્છા ઓછી છે તો આવા રોકાણકારોને સાધારણ જોખમ ધરાવતી રોકાણ પ્રોડક્ટ્સમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. જે રોકાણકારો પોતાના જીવનને સંકટમાં મૂકે નહીં એવુ સાધારણ જોખમ લેવા માગતા હોય એવા રોકાણકારોને સાધારણ રોકાણકારો તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બેલેન્સ્ડ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.

જો રોકાણનું જોખમ રોકાણકારની જોખમ ક્ષમતા અને જોખમની અનિચ્છાની મર્યાદાની અંદર આવતું હોય તો રોકાણકાર માટે રોકાણ યોગ્ય ગણવામાં આવે છે

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું