મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ રિડિમ કરતી વખતે વ્યક્તિને કેટલો ખર્ચ વેઠવો પડે છે?

મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ રિડિમ કરતી વખતે વ્યક્તિને કેટલો ખર્ચ વેઠવો પડે છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ઓપન-એન્ડેડ મ્યુચ્યુલ ફંડ્ઝ રોકાણકારોને નિશ્ચિત અવધિ પછી તેમના યુનિટ્સને વિના ખર્ચે રિડિમ કરવા સક્ષમ બનાવે છે. જો રોકાણકાર તેમના/તેણીના યુનિટ્સ આવશ્યક કરેલી અવધિ પહેલા રિડિમ કરવા માગતા હોય તો એક્ઝિટ લોડ લાદવામાં આવે છે. જો રોકાણકાર ફંડમાં નિશ્ચિત કરેલો સમય પૂર્ણ થાય તે પહેલા તેમના રોકાણનું વેચાણ કરે તો મ્યુચ્યુઅલ ફંડ્ઝ એક્ઝિટ લોડ લાદે છે. આનો અર્થ એ થાય છે કે ટૂંકા ગાળાના ધ્યેયો ધરાવતા રોકાણકારોને લાંબા ગાળાની હોલ્ડિંગ અવધિ જરૂરી હોય એવા ફંડમાં રોકાણ કરવાથી નિરુત્સાહિત કરે છે. લિક્વિડ ફંડ્ઝ સામાન્યપણે કોઇ એક્ઝિટ લોડ ધરાવતા નથી.

જો યુનિટ્સને સ્કિમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટમાં ઉલ્લેખ કરેલા સમય પહેલા રિડિમ કરવામાં આવે તો એનએવીની ટકાવારીનાં સ્વરૂપે એક્ઝિટ લોડ્સ લાદવામાં આવે છે. ધારો કે જો રોકાણ એક વર્ષ અગાઉ રિડિમ કરવામાં આવે તો સ્કિમ 1%નો એક્ઝિટ લોડ ધરાવે છે. જો સ્કિમની એનએવી રૂ. 100 હોય અને તમે એક વર્ષ પહેલા તમારા હોલ્ડિંગને રિડિમ કરો તો તમે તમારા હોલ્ડિંગના યુનિટદીઠ માત્ર રૂ. 99 પ્રાપ્ત કરશો, કારણ કે પાકતી મુદ્દત પહેલા રિડિમ્પશન માટે ફંડ હાઉસ દ્વારા 1% ડિડક્ટ કરવામાં આવશે.

તમારે તમે કરેલા રોકાણના પ્રકારને આધારે અને કેટલા સમય માટે તમારા રોકાણને જાળવી રાખો છો તેને આધારે કેપિટલ ગેઇન્સ ટેક્સ પણ વેઠવો પડશે એટલે કે ટૂંકા ગાળાનો કે લાંબા ગાળાનો કેપિટલ ગેઇન્સ ટેક્સ. ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડના વહેવારો પણ એસટીટી (સિક્યોરિટિઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ)ને આધિન હોય છે. તમે જ્યારે પણ આ ફંડ્ઝમાંથી યુનિટ્સની ખરીદી કે વેચાણ કરો ત્યારે દર વખતે તમે એસટીટી ચુકવો છો અને તે તમારા વહેવારના ખર્ચમાં ઉમેરો કરે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું