મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત કરવાનો સૌથી સરળ માર્ગ કયો છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

બેંક ખાતું ખોલવા માટે શરૂઆતમાં જેમ કેટલાક પેપરવર્કની જરૂર હોય છે અને ત્યાર પછી તમે તેની તમામ સેવાઓનો મુશ્કેલી રહિત ઉપયોગ કરી શકો છો એવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પણ આ પ્રકારનો જ અનુભવ પૂરો પાડે છે. તમારા મ્યુચ્યુઅલ ફંડની સફરનો આરંભ કરવા માટેની પાયારૂપ જરૂરિયાત, ખરાઇ માટે આવશ્યક દસ્તાવેજો પૂરા પાડીને તમારું કેવાયસી પૂર્ણ કરવું તે છે. એક વખત કેવાયસી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તમે કોઇ પણ સમયે કોઇ પણ મ્યુચ્યુઅલ ફંડમાં કોઇ પણ રકમનું રોકાણ કરી શકો છો. 

કેવાયસી એક વખત કરવામાં આવતી પ્રક્રિયા છે, જે મ્યુચ્યુઅલ ફંડનાં વિશ્વમાં પ્રવેશવાની ચાવી છે. તે મ્યુચ્યુઅલ ફંડમાં તમારા પ્રવેશને અવિરત બનાવે છે અને એક વખત તમારાં કેવાયસીની ખરાઇ થઈ જાય ત્યાર પછી તમે આ બધું તમારા ઘરેથી આરામથી કરી શકો છો. હાલના સમયમાં તમે ઇ-કેવાયસીનો વિકલ્પ પસંદ કરી શકો છો, જે સંપૂર્ણપણે ઓનલાઇન છે. પરંતુ ઇ-કેવાયસી તમારાં રોકાણને ફંડ હાઉસદીઠ એક વર્ષમાં રૂ. 50,000 સુધી મર્યાદિત બનાવે છે. 

કેવાયસીની ખરાઇ પૂર્ણ કર્યા પછી તમે વિતરક મારફતે કે સીધા કોઇ પણ મ્યુચ્યલ ફંડમાં સરળતાથી રોકાણ કરી શકો છો. તમે મ્યુચ્યુઅલ ફંડ સમક્ષ રિડમ્પશનની વિનંતી રજૂ કરીને કોઇ પણ સમયે તમારાં નાણાંને ઉપાડી શકો છો અને નાણાં 3-4 કાર્ય દિવસોમાં સીધાં તમારાં બેંક ખાતાંમાં જમા કરવામાં આવશે. હકીકતમાં તમે તમારા ઘરેથી આરામદાયક રીતે ઓનલાઇન તમારા મોટા ભાગના વહેવારો કરી શકો છો, જેવા કે એસઆઇપી મારફતે કે લમ્પસમ રોકાણ કરવું, વેચાણ કરવું અને એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં જવું.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું