શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ એવા લોકો માટે યોગ્ય છે જેઓ શેરબજારમાં રોકાણ કરવા માગતા ન હોય?

શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ એવા લોકો માટે યોગ્ય છે જેઓ શેરબજારમાં રોકાણ કરવા માગતા ન હોય?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

કેટલાક લોકો સુરક્ષિત રહીને પરિચિત વિકલ્પો પસંદ કરવા માગતા હોય છે. ધારો કે તમે નવી રેસ્ટોરેન્ટમાં છો. મેનુમાં એક્ઝોટિક વાનગીઓ છે, પરંતુ તેમ છતાં પણ તમે પછીથી અફસોસ ન થાય એ સુનિશ્ચિત કરવા માટે પરિચિત હોય એવી વાનગી ઓર્ડર કરો છો. તમે સુરક્ષિત રહેવા માટે ‘કોસકોસ પનીર સલાડ’ને સ્થાને ‘પનીર કાઠી રોલ’ પસંદ કરી શકો છો. પરંતુ તમે સેવાઓ, વાતાવરણ અને આહાર માણતી વખતે આ નવી રેસ્ટોરેન્ટ અંગેનો ખ્યાલ મેળવી શકો છો. 
    
મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવું એ પણ રેસ્ટોરેન્ટમાં મેનુમાંથી યોગ્ય વાનગી ઓર્ડર કરવા જેવું છે. જો તમે શેરબજારથી દૂર રહેવાનું પસંદ કરતા હોય તો પણ તમે તમારા  નાણાકીય ધ્યેયો માટે ડેટ ફંડ્ઝમાં રોકાણ કરવાનું પસંદ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ્ઝને તેમના રોકાણને આધારે ઇક્વિટી, ડેટ અને હાઇબ્રિડ, સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કિમ્સ અને અન્ય સ્કિમ્સમાં વ્યાપક રીતે વર્ગીકૃત્ત કરવામાં આવે છે.

જો તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્ઝ મારફતે સ્ટોકમાં રોકાણ કરવા માગતા ન હોય તેમ છતાં પણ તમે બેંકો, કોર્પોરેટ્સ, આરબીઆઇ સહિતની સરકારી સંસ્થાઓ દ્વારા જારી થતા બોન્ડ્સ અને નાણાં બજારનાં સાધનો જેવા કે કોમર્શિયલ પેપર્સ, બેંક સીડી, ટી-બિલ્સ વગેરેમાં રોકાણ કરતા ડેટ ફંડ્ઝ મારફતે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાના લાભનો અનુભવ કરી શકો છો. બેંક એફડી, પીપીએફ અને પોસ્ટ ઓફિસની બચત યોજનાઓની પરંપરાગત પસંદગીઓની તુલનામાં ડેટ ફંડ કર કાર્યક્ષમ હોવાને લીધે તે તમને તમારા નાણાંની વધુ સારી વૃદ્ધિ કરવામાં મદદ કરે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું