વ્યક્તિએ ઇટીએફને કેવી રીતે પસંદ કરવી જોઇએ?

વ્યક્તિએ ઇટીએફને કેવી રીતે પસંદ કરવી જોઇએ?
મ્યુચ્યુઅલ ફંડ્સ કેલ્ક્યુલેટર્સ

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

અન્ય રોકાણોની જેમ ઇટીએફની પસંદગી તમારી આવશ્યક અસ્કયામતની ફાળવણી, નાણાકીય ધ્યેય, જોખમની અગ્રીમતા અને સમય અવધિ પર આધાર રાખે છે. ઇટીએફની પસંદગી તમારા પોર્ટફોલિયોમાં ઇટીએફ ઉમેરીને તમે હાંસલ કરવા માગતા હોય એવી અસ્કયામતની ફાળવણીના પ્રકાર પર આધાર રાખે છે, કારણ કે ઇટીએફ ઇક્વિટીઝ, બોન્ડ્સ, રિઅલ એસ્ટેટ, કોમોડિટિઝ જેવા અસ્કયામતોના વર્ગના વિભિન્ન પ્રકાર માટે ઉપલબ્ધ હોય છે. સૌ પ્રથમ ઇટીએફ માટે અસ્કયામતના વર્ગ અંગે નિર્ણય લો.

તમે હાંસલ કરવા માગતા હોય એવા વૈવિધ્યતાના પ્રકાર અને તમે ટ્રેક કરવા માગતા હોય એવા ઇન્ડેક્સ અંગે નિર્ણય લો. બજારના વ્યાપક ઇન્ડેક્સને ટ્રેક કરતા ઇટીએફ નીચું જોખમ ધરાવતી મહત્તમ વૈવિધ્યતાને હાંસલ કરવા માટે યોગ્ય છે. જો તમે જોખમ લેવા માટે તૈયાર હોય અને બજારનાં વિશિષ્ટ સેગમેન્ટ્સ, ક્ષેત્રો કે દેશોમાં એક્સપોઝર ઇચ્છતા હોય તો વિશિષ્ટ ઇટીએફ પસંદ કરો.

તમને જે એક્સપોઝર આપશે તેને સમજવા માટે ઇટીએફનો પોર્ટફોલિયો જુઓ. તમે અનુસરવા માગતા હોય એવા અસ્કયામતના વર્ગ અને બજારનાં સેગમેન્ટની અંદર ટ્રેકિંગની નીચી ત્રુટિ ધરાવતા ઇટીએફને પસંદ કરો. ઓછા ટ્રેડ થતા ઇટીએફને ટાળો, કારણ કે તેઓ વ્યાપક બિડ/આસ્ક સ્પ્રેડ્સ ધરાવે છે અને તેઓ તમારા ટ્રેડિંગના ખર્ચને વધારશે, તમારા ઇટીએફમાંથી વળતરને ઘટાડશે. બજારનાં સાંકડા સેગમેન્ટ્સમાં ટ્રેક થતા અથવા અસ્કયામતો (એયુએમ)નાં નીચા સ્તર ધરાવતા ઇટીએફ ઓછા તરલ હોવાનું વલણ ધરાવે છે અને તે તેમની અન્ડરલાઇંગ એનએવીને સુસંગત ન હોય એવી કિંમતે ટ્રેડ થાય છે. એવા ઇટીએફ શોધો જે તેમની એનએવીની નજીક ટ્રેડ થવાનું વલણ ધરાવતા હોય.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું