માત્ર રૂ. 500થી શરૂઆત કરી શકાય છે

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

તમે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં મહિનાદીઠ માત્ર રૂ. 500થી રોકાણ કરવાની શરૂઆત કરી શકો છો!

લોકોને લાગે છે કે અર્થસભર વળતર કમાવવા માટે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં મોટી રકમનું રોકાણ કરવું જરૂરી છે. જુઓ, તમે મહિનાદીઠ રૂ. 500ની નાની રકમના રોકાણ થી શરૂઆત કરી શકો છો અને જેમ જેમ તમારી આવક વધે તેમ તેમ તેને ક્રમશઃ વધારી શકો છો.

તમારું રોકાણ વળતરના જુદા જુદા દરે કેવી રીતે વધી શકે છે તે સમજવા માટે નીચે આપેલું કોષ્ટક જુઓ. 

Investment

*આ માત્ર એક ઉદાહરણ છે. કોષ્ટકમાં દર્શાવેલા વળતર એકદમ કાલ્પનિક છે અને માત્ર ઉદાહરણના ઉદ્દેશ માટે છે. મ્યુચ્યુઅલ ફંડ્ઝ કોઇ નિશ્ચિત દરનું વળતર ઓફર કરતા નથી.

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સામાન્ય લોકોથી લઈને સમૃદ્ધ લોકો માટે હોય છે. નાની બચત કરનારને મોટા ધ્યેય માટે લક્ષ્યાંક સાધવા માટેનાં ત્રણ મંત્રો છે:

a. વહેલી શરૂઆત કરો – ભલે પછી નાની રકમની સાથે, 

b. નિયમિતપણે રોકાણ કરો – ભલે પછી રકમ ગમે તેટલી નાની હોય, 

c. લાંબા ગાળા સુધી રોકાણ જાળવી રાખો – તમારા રોકાણને વૃદ્ધિ પામવાની તક આપવા માટે.

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સમય જતા દરેક પ્રકારના રોકાણકારોની અનુકૂળતા માટે વિકસિત થયા છે. રોકાણની રકમ ભલે ઓછી હોય તેમ છતાં પણ નિયમિત રોકાણ અને શિસ્તબદ્ધ અભિગમ તમને સમય જતા મોટા કોર્પસનું નિર્માણ કરવામાં મદદ કરી શકે છે.

429
હું રોકાણ કરવા માટે તૈયાર છું