પૂર્ણ વળતર શું છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

પોતાના રિઅલ એસ્ટેટના રોકાણ અંગે ચર્ચા કરી રહ્યા હોય એવા લોકોને તમે સાંભળ્યા હશે, “મેં 2004માં તે ઘર રૂ. 30 લાખમાં ખરીદ્યું હતું. તે આજે 1.2 કરોડ જેટલું છે! તે 15 વર્ષમાં 4 ગણું વૃદ્ધિ પામે છે.” આ પૂર્ણ વળતરનું ઉદાહરણ છે. તમે જ્યારે જે કિંમતમાં રોકાણ કર્યું હોય તે કિંમતની સાથે રોકાણનાં આખરી મૂલ્યની તુલના કરો ત્યારે સમય જતા અનુભવ થયેલી વૃદ્ધિ પૂર્ણ વળતરનું માપ હોય છે.ઉદાહરણ તરીકે તમે 5 વર્ષ અગાઉ ફંડમાં રૂ. 5000નું રોકાણ કર્યું હોય. જો તમારા રોકાણનું મૂલ્ય આજે રૂ. 6000 હોય તો તમે રૂ. 1000ની વૃદ્ધિ કરી છે, જે તમારા રૂ. 5000નાં આરાંભિક રોકાણ પર 20%નાં પૂર્ણ વળતરને સમાન છે. પૂર્ણ વળતરનું એક ગેરલાભ એ છે કે તે સમય અવધિને ધ્યાનમાં લેતી નથી. ઉપરના કિસ્સામાં 20%નું વળતર સારું લાગે છે. પરંતુ જ્યારે તે 5 વર્ષમાં હાંસલ થાય ત્યારે શું તે આકર્ષક લાગે છે?

પરંતુ જો તમે 5 વર્ષની અવધિ માટે સરેરાશ વાર્ષિક વળતરની (સીએજીઆર) ગણતરી કરો તો તે માત્ર 3.7 % થાય છે. પૂર્ણ વળતરનો ઉપયોગ એક વર્ષ કરતા ઓછા જૂના હોય એવા ફંડ્ઝમાંથી વળતરની ગણતરી કરવા માટે થાય છે. અન્ય તમામ કિસ્સાઓમાં વાર્ષિક વળતર (સીએજીઆર)નો ઉપયોગ થાય છે, જે આપેલી સમય અવધિમાં રોકાણ દ્વારા કમાવેલા સરેરાશ વાર્ષિક વળતર આપે છે. ઉદાહરણમાં સીએજીઆર બતાવો, જેથી 5 વર્ષમાં 20% વળતર શ્રેષ્ઠ વળતર ન હોવાનાં મુદ્દા પર પ્રકાશ પડે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું