હું મ્યુચ્યુઅલ ફંડ્ઝથી પરિપૂર્ણ કરી શકું એવા નાણાકીય ધ્યેયોના પ્રકાર કયા છે?

હું મ્યુચ્યુઅલ ફંડ્ઝથી પરિપૂર્ણ કરી શકું એવા નાણાકીય ધ્યેયોના પ્રકાર કયા છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડ્ઝનો શ્રેષ્ઠ ભાગ એ છે કે તમારો નાણાકીય ધ્યેય ભલે ગમે તે હોય પણ તમે તેના માટે યોગ્ય સ્કિમ મેળવી શકો છો.

તેથી જો તમે તમારી નિવૃત્તિ કે તમારા બાળકના ભવિષ્યના શિક્ષણની યોજના કરવા જેવા લાંબા ગાળાના નાણાકીય ધ્યેય ધરાવતા હોય તો ઇક્વિટી ફંડ્ઝ ધ્યાનમાં લેવા જેવી પસંદગી બની શકે છે.

જો તમારો પ્રયત્ન સંભવિત નિયમિત આવકનું સર્જન કરવાનો હોય તો તમે ફિક્સ્ડ ઇન્કમ ફંડને ધ્યાનમાં લઈ શકો છો.

તમને અચાનક આકસ્મિક નાણાંનો લાભ થયો હોય અને તેનું રોકાણ ક્યાં કરવું એ અંગે તમે હજુ સુધી નિર્ણય લીધો ન હોય તો તમે લિક્વિડ ફંડને ધ્યાનમાં લઈ શકો છો. તમારી કાર્યકારી મૂડીનું રોકાણ કરવા માટે લિક્વિડ ફંડ બચત ખાતા અથવા ચાલુ ખાતાનો શ્રેષ્ઠ પૂરક છે.

મ્યુચ્યુઅલ ફંડ્ઝ પણ કરની બચત કરવા માટે રોકાણના વિકલ્પો ઓફર કરે છે. ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કિમ્સ (ઇએલએસએસ) ખાસ કરીને આમ કરવા માટે તૈયાર કરવામાં આવી છે.

મ્યુચ્યુઅલ ફંડ્ઝ રોકાણની તમામ જરૂરિયાતો પૂરી કરતું એક સ્થળ છે.

432
હું રોકાણ કરવા માટે તૈયાર છું