સીએજીઆર કે વાર્ષિક વળતર શું છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવતું રિટર્ન મેટ્રિક છે, કારણ કે તે રોકાણ દ્વારા કમાવેલા વાર્ષિક ધોરણે વળતરને ખરી રીતે ધ્યાનમાં લે છે, પૂર્ણ વળતરથી વિપરીત જે વળતરને કમાવવા માટે લીધેલા સમયને ધ્યાનમાં લીધા વિના રોકાણમાંથી બિંદુથી બિંદુનાં વળતરને ધ્યાનમાં લે છે. સીએજીઆરની પસંદગી કરવામાં આવે છે, કારણ કે તે આરંભિક રોકાણની રકમ, રોકાણનાં આખરી મૂલ્ય અને લેપ્સ થયેલી સમય અવધિને આધારે રોકાણ દ્વારા કમાવેલા સરેરાશ વાર્ષિક વળતર પૂરા પાડીને અસ્કયામતના વિભિન્ન વર્ગોમાં વળતરની તુલના કરવા દે છે. જો રૂ. 1000નું 5 વર્ષ અગાઉ કરેલું રોકાણ આજે રૂ. 1800 હોય, જ્યારે પૂર્ણ વૃદ્ધિદર 80% હોય તો તેનો સીએજીઆર દર વર્ષે રોકાણે કમાવેલું સરેરાશ વળતર છે. ગણતરી પછી સીએજીઆર 12.5% થશે.

જો તમારે આની તલુના વર્ષદીઠ 12.5%નાં વળતરનું વચન આપતી બેંકની એફડી સાથે કરવાની હોત તો સીએજીઆર આ તુલના કરવા માટે સરળ બનાવે છે. આ જ પ્રમાણે જો તમે 4%ના વાર્ષિક ફુગાવાને દૂર કરીને તમારા રોકાણ દ્વારા કમાવેલા વળતરની ગણતરી કરી હોત તો સીએજીઆર ફુગાવાને દૂર કર્યા પછી તમે ખરેખર કમાવેલા 8.5%ની ગણતરી કરવાનું સરળ બનાવે છે.

જ્યારે વળતરની એક વર્ષથી વધુની અવધિ માટે તુલના કરવામાં આવે ત્યારે સીએજીઆર ઉપયોગી હોય છે. રોકાણે અમુક વર્ષોમાં 12.5% કરતા વધુનું વળતર આપ્યું હોઇ શકે છે અને અન્ય વર્ષોમાં 12.5% કરતા ઓછું આપ્યું હોઇ શકે છે, પરંતુ સરેરાશે તેની વૃદ્ધિ 5 વર્ષની અવધિ દરમિયાન વાર્ષિક ધોરણે 12.5% જેટલી થયેલી ગણાય છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું