લાર્જકેપ અને બ્લુચીપ ફંડ્સ વચ્ચે શું તફાવત છે ?

લાર્જકેપ અને બ્લુચીપ ફંડ્સ વચ્ચે શું તફાવત છે ?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

તમે ક્યારેક મ્યુચ્યુઅલ ફંડ વિશે માહિતી એકત્ર કરતી વખતે RST બ્લુચીપ ફંડ અથવા XYZ લાર્જકેપ ફંડ જેવા નામો, તેમના પ્રદર્શન, NAVs અને રેન્કિંગ વિશે સાંભળ્યું હશે. ફંડનાં નામ ‘બ્લુચીપ ફંડ’ અને ‘લાર્જકેપ ફંડ’નો પરસ્પર ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે બંનેનો સંદર્ભ શેરબજારોમાં લિસ્ટેડ લાર્જકેપ કંપનીઓના સ્ટોકમાં રોકાણ કરતા હોય એવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્ઝ સાથેનો છે.

જો સેબીએ ઓક્ટોબર 2017માં જારી કરેલા અને જૂન 2018થી અમલમાં આવેલા પ્રોડક્ટ કેટેગરાઈઝેશન પરિપત્રને જોશો તો તેમાં ઈક્વિટી ફંડ વર્ગ હેઠળ બ્લુચીપ ફંડ્સનો કોઈ ઉલ્લેખ નથી. તો શું આનો અર્થ એ થાય છે કે આપણી પાસે અત્યારે કોઈ બ્લુચીપ ફંડ્સ જ નથી ? ના, આનો અર્થ એ થાય છે કે નામ જે કોઇ પણ હોય, પરંતુ જ્યાં સુધી આ ફંડ બજાર મૂડીકરણની દૃષ્ટિએ ટોચની 100 કંપનીમાં રોકાણ કરતો હોય ત્યાં સુધી તેને લાર્જ-કેપ મ્યુચ્યુઅલ ફંડ તરીકે વર્ગીકૃત્ત કરવામાં આવશે.

ભારતના વિવિધ શેરબજારોમાં જાહેર રીતે લિસ્ટ થયેલી ઘણી કંપનીઓ છે. લાર્જકેપનો અર્થ ભારતમાં સંપૂર્ણ બજાર મૂડીકરણ દ્વારા જાહેર રીતે લિસ્ટ થયેલી ટોચની 100 કંપનીઓ થાય છે (બજાર મૂડીકરણ = જાહેર રીતે લિસ્ટ થયેલા શેરોની સંખ્યા * દરેક શેરનો ભાવ).

બ્લુચીપ સ્ટોક્સ તરીકે મોટાભાગે એવા સ્ટોકનો સંદર્ભ અપાય છે જે અર્થતંત્રની સૌથી મોટી અને જાહેરમાં સૂચિબદ્ધ કંપનીઓના હોય છે. લાર્જકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ તેમની અસ્ક્યામતોના 80%નું આવા બ્લુચીપ સ્ટોક્સમાં રોકાણ કરતા હોય છે. માટે અમુક AMCs તેમના લાર્જકેપ ફંડ્સનું લેબલિંગ બ્લુચીપ મ્યુચ્યુઅલ ફંડ્સ તરીકે કરે છે.

હવે જ્યારે તમે સ્થિર વળતર ક્ષમતા ધરાવનારા સુ-વૈવિધ્યકૃત ઈક્વિટી ફંડમાં રોકાણ કરવા માગતા હોય ત્યારે તેના નામથી અંજાઇ ન જશો. જુઓ કે તે કયા વર્ગમાં આવે છે અને જો તેમને લાર્જકેપ ફંડ તરીકે વર્ગીકૃત્ત કરવામાં આવ્યા હોય તો તમે ફંડ પર પસંદગી ઊતારો તે પહેલા તેમનું વિશ્લેષણ અને પછી પસંદગી કરવાનું આગામી પગલું ભરવાનું રહેશે.

424
425
હું રોકાણ કરવા માટે તૈયાર છું