મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં કરવેરાના નિયમો અને સૂચિતાર્થો શું છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં કરવેરાના નિયમો અને સૂચિતાર્થો શું છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કેપિટલ ગેઇન્સ ટેક્સને આધિન હોય છે. તે આપણા મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સને રિડિમ કે વેચાણ કરતી વખતે આપણે થતા નફા પર ચુકવવાના હોય છે. લાભ એ વેચાણ  તારીખના રોજ સ્કિમની નેટ એસેટ વેલ્યુ (એનએવી) અને ખરીદ  તારીખના રોજની એનએવી વચ્ચેનો તફાવત છે (વેચાણકિંમત – ખરીદકિંમત). કેપિટલ ગેઇન્સ ટેક્સને હોલ્ડિંગની અવધિને આધારે વધુ વર્ગીકૃત્ત કરવામાં આવે છે. ઇક્વિટી ફંડ્ઝ માટે (ઇક્વિટી એક્સપોઝર ધરાવતા ફંડ્ઝ >= 65%) એક વર્ષ કે તેથી વધુની હોલ્ડિંગ અવધિને લાંબો ગાળો ગણવામાં આવે છે અને તે લાંગા ગાળાના કેપિટલ ગેઇન્સ (એલટીસીજી) ટેક્સને આધિન હોય છે. 

જો નાણાકીય વર્ષમાં એકત્રિત મૂડી લાભ રૂ. 1 લાખ કરતા વધુ થાય તો 10%નો એલટીસીજી ટેક્સ ઇક્વિટી ફંડ્ઝ પર લાગુ થવા પાત્ર હોય છે. નાણાકીય યોજના બનાવતી વખતે યાદ રાખો કે તમારો લાભ રૂ. 1 લાખ સુધી કરમુક્ત રહે છે. આ 31મી જાન્યુઆરી, 2018 પછી કરવામાં આવેલા તમામ રોકાણ માટે લાગુ થવા પાત્ર છે. ઇક્વિટી ફંડ્ઝમાં એક વર્ષ કરતા ઓછી અવધિનાં હોલ્ડિંગ પર થયેલો નફો 15%નો ટૂંકા ગાળાનો કેપિટલ ગેઇન્સ (એસટીસીજી) ટેક્સને આધિન હોય છે. 

બિન-ઇક્વિટી ફંડ્ઝના (ડેટ ફંડ્ઝ) કિસ્સામાં લાંબા ગાળાને 3 વર્ષ કે તેથી વધુની હોલ્ડિંગ અવધિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને ઇન્ડેક્સેશન સાથેનાં આવા હોલ્ડિંગ્સ એટલે કે મૂડી લાભની ગણતરી કરતી વખતે ખરીદ કિંમતને ફુગાવા માટે વધારા તરફી સમાયોજિત કરવામાં આવતા હોય તેમના પર 20%નો એલટીસીજી ટેક્સ લાગુ થવા પાત્ર હોય છે. 3 વર્ષ કરતા ઓછી અવધિનાં હોલ્ડિંગ પર થતો નફો એસટીસીજી ટેક્સને લાગુ થવા પાત્ર હોય છે અને આ આવકવેરાનો સૌથી ઊંચો સ્લેબ છે જેના હેઠળ લોકો આવે છે.

432
હું રોકાણ કરવા માટે તૈયાર છું