ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ શું છે?

ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ શું છે?
મ્યુચ્યુઅલ ફંડ્સ કેલ્ક્યુલેટર્સ

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સમાંથી પ્રાપ્ત થતા ડિવિડન્ડ રોકાણકારો માટે કરમુક્ત હોય છે, પરંતુ તે સ્ત્રોત પર ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ (ડીડીટી)ને આધિન હોય છે. સ્કિમ દ્વારા ચુકવવામાં આવતા ડીડીટી રોકાણકારો માટે ઉપલબ્ધ વિતરણ કરી શકાતી સરપ્લસને ઘટાડે છે. હાલમાં ઇક્વિટી લક્ષી સ્કિમ્સ (ઇક્વિટીઝમાં 65%ની ફાળવણી ધરાવતી સ્કિમ્સ) 12% સરચાર્જ અને 4% સેસ સાથે 10% ડીડીટીને આધિન હોય છે, જે તમામ પ્રકારના રોકાણકારો પછી તે ભારતીય નિવાસી હોય, એનઆરઆઇ કે સ્થાનિક કંપનીઓ હોય આ તમામ માટે અસરકારક ડીડીટી 11.648% લાગુ થાય છે. નોન-ઇક્વિટી લક્ષી સ્કિમ્સ 12% સરચાર્જ અને 4% સેસ સાથે 25% ડીડીટીને આધિન હોય છે, જેનાથી ભારતીય નિવાસી અને એનઆરઆઇ બંને માટે અસરકારક ડીડીટી 29.12% લાગુ થાય છે. 

આંતરમાળખાકીય ક્ષેત્રમાં રોકાણ કરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટ ફંડ્ઝ ભારતીય નિવાસી માટે 25% ડીડીટી લાગુ થાય છે અને એનઆરઆઇ માટે 5% લાગુ થાય છે, જે અસરકારક ડીડીટીને અનુક્રમે 29.12% અને 5.824% બનાવે છે. 

ડિવિડન્ડ્સનું વિતરણ સ્કિમ દ્વારા થતા નફામાંથી કરવામાં આવે છે, ઊંચા ડીડીટીથી રોકાણકારોને કર પછી ઉપલબ્ધ ડિવિડન્ડને ઘટાડે છે. જો તમે તમારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણોમાંથી આવકના સ્ત્રોત તરીકે ડિવિડન્ડનો વિચાર કરી રહ્યા ન હોય તો ગ્રોથ વિકલ્પ પસંદ કરવો યોગ્ય ગણાશે. જો તમને નિયમિત રોકડ પ્રવાહની જરૂર હોય તો સિસ્ટેમેટિક વિડ્રોવલ પ્લાન (એસડબ્લ્યુપી) પસંદ કરવો યોગ્ય ગણાશે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું