મ્યુચ્યુઅલ ફંડ ડિવિડન્ડ શું છે?

મ્યુચ્યુઅલ ફંડ ડિવિડન્ડ શું છે?
મ્યુચ્યુઅલ ફંડ્સ કેલ્ક્યુલેટર્સ

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ડિવિડન્ડ શેર કે મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી આવકનું વિતરણ છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સમાં જ્યારે ફંડ તેના પોર્ટફોલિયોમાં જામીનગીરીઓનાં વેચાણ પર નફો બુક કરાવે ત્યારે ડિવિડન્ડનું વિતરણ કરવામાં આવે છે.

નિયમન પ્રમાણે ફંડ માત્ર પોર્ટફોલિયોમાં જામીનગીરીઓનાં વેચાણમાંથી મળેલા લાભથી અથવા વ્યાજ કે ડિવિડન્ડ્સનાં સ્વરૂપમાં કોઇ પ્રવર્તમાન આવક માંથી ડિવિડન્ડની ઘોષણા કરી શકે છે. આવા લાભ ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન રિઝર્વમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ટ્રસ્ટીઝની મનસુફી પર ડિવિડન્ડ જાહેર કરવામાં આવે છે.

ડિવિડન્ડ્સની ગણતરી હંમેશાં એનએવીને આધારે નહીં, પરંતુ સ્કિમ્સની મૂળકિંમતની ટકાવારી તરીકે કરવામાં આવે છે, જોકે તેને પૂર્ણ સંખ્યાનાં સ્વરૂપમાં જ પ્રકાશિત કરવામાં આવે છે (સંદર્ભ માટે નોટિસ જોડેલી છે). ઉદાહરણ તરીકે જો યુનિટદીઠ મૂળકિંમત રૂ. 10 હોય અને ડિવિડન્ડ 20% હોય તો ડિવિડન્ડ વિકલ્પના દરેક રોકાણકારને ડિવિડન્ડ તરીકે રૂ. 2 મળે છે. જોકે ડિવિડન્ડ પછી સ્કિમની એનએવી તેને સમાન રકમ જેટલી ઘટી જાય છે. ગ્રોથ વિકલ્પમાં રોકાણકારો ડિવિડન્ડ મેળવવાને લાયક હોતા નથી અને ગ્રોથ વિકલ્પની એનએવીમાં કોઇ ફેરફાર થતો નથી. 

મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સમાંથી ડિવિડન્ડ કે જે રોકાણકારો માટે કરમુક્ત હોય છે તે ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ (ડીડીટી) ધરાવે છે, જે સોર્સમાં ડિડક્ટ થાય છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું