શું નાણાકીય ધ્યેયોને પૂરા કરવા માટે સુરક્ષિત રોકાણ પૂરતા નથી?

શું નાણાકીય ધ્યેયોને પૂરા કરવા માટે સુરક્ષિત રોકાણ પૂરતા નથી? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

વ્યક્તિએ એક બાબત ધ્યાનમાં લેવી જોઇએ કે નિયમિત ખર્ચ તેમ જ વિવિધ નાણાકીય ધ્યેયો માટેના ખર્ચ સમય જતા વધે છે. જો વર્ષદીઠ ફુગાવો 6%નો હોય તો ધ્યેયનો ખર્ચ લગભગલ 12 વર્ષમાં બમણો થઈ જાય છે. જોકે જો ફુગાવો 7% હોય તો તે લગભગ 10 વર્ષમાં બમણો થઈ જાય છે.

હવે જ્યારે ફુગાવો 7% હોય અને તમે મૂળ રકમની સંપૂર્ણ સુરક્ષા ઇચ્છો છો ત્યારે તમે એવા સ્થળોમાં રોકાણ કરશો જે ફુગાવાની આસપાસનાં વળતર પૂરા પાડતા હોય. રોકાણનાં વળતર પરના કરને સમાયોજિત કરો અને તમારા કર પછીનાં રોકાણનું વળતર ફુગાવા કરતા ઓછું હોય છે.

ચાલો આપણે કેટલાક સરળ આંકડા જોઇએઃ

જો ફુગાવો વર્ષદીઠ 7% હોય અને તમે અત્યારે કોઇ વસ્તુ રૂ. 100માં ખરીદી શકો છો તો તમારે આગામી વર્ષમાં આ વસ્તુ ખરીદવા માટે રૂ. 107ની જરૂર પડશે. જો ફુગાવો આ સ્તરે જળવાઇ રહે તો એક વર્ષ પછી આ જ વસ્તુ તમને રૂ.  114.49માં મળશે.

આ સ્થિતિમાં જો તમે તમારા નાણાંની બચત સંપૂર્ણ સુરક્ષિત સ્થળે કરો તો તે કર પછી વર્ષદીઠ 6%નું વ્યાજ આપે છે અને તમારા રૂ.  100 વધીને રૂ.  106 થાય છે. આ ઉપર આપેલી આવશ્યક રકમ કરતા રૂ. 1 ઓછી છે. બે વર્ષ પછી રકમ વધીને રૂ. 112.36 થશે, જે ખરીદેલી વસ્તુની કિંમત કરતા ઓછી છે. ડાબી બાજુ પર આપેલું કોષ્ટક રોકાણનાં નજીકનાં મૂલ્યને, ધ્યેયના ખર્ચ અને વર્ષો પછી તેમની વચ્ચેના તફાવતને દર્શાવે છે.

તેથી માત્ર બચત કરવી જ નહીં, પરંતુ તેનું રોકાણ કરવું પણ મહત્ત્વપૂર્ણ છે.

430
હું રોકાણ કરવા માટે તૈયાર છું