ઓવરનાઇટ ફંડ્સ કેટલા સુરક્ષિત છે?

ઓવરનાઇટ ફંડ્સ કેટલા સુરક્ષિત છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

જો તમે એવા મ્યુચ્યુઅલ ફંડ શોધી રહ્યા હોવ જેમાં નુકસાનનું કોઇ જોખમ ના હોય તો, એવા કોઇ નથી! તમામ મ્યુચ્યુઅલ ફંડ્સ એક યા બીજા પરિબળોના જોખમોને આધિન હોય છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ બજારના જોખમોને આધિન હોય છે જ્યારે, ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ વ્યાજદરો અને નાદારીના જોખમને આધિન હોય છે. ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં, પોર્ટફોલિયોની સરેરાશ પરિપકવતાના આધારે જોખમનું પ્રમાણ અલગ અલગ હોય છે. ડેબ્ટ ફંડ્સના પોર્ટફોલિયોની પરિપકવતાનો સમય જેટલો વધુ લાંબો હોય તેમાં વ્યાજદર અને નાદારીનું જોખમ એટલું વધુ હોય છે. ઓવરનાઇટ ફંડ્સ એક પ્રકારના ડેબ્ટ ફંડ્સ છે જે બીજા દિવસે જ પાકતી ડેબ્ટ સિક્યુરિટીમાં રોકાણ કરે છે.

આથી, તમામ ડેબ્ટ ફંડ્સમાં આ ફંડ્સ એવા છે જેમાં સૌથી ઓછો પરિપકવતા સમય હોય છે. આમ, તેમાં સૌથી ઓછુ વ્યાજદર જોખમ અને નાદારી જોખમ હોય છે. ઓવરનાઇટ ફંડ્સમાં કોઇ જોખમ હોતું જ નથી તેવી અમે ખાતરી તો નથી આપી શકતા પરંતુ, તમામ ફંડ્સને સાથે રાખીએ તો તેમાં સૌથી ઓછું જોખમ હોય છે તેવું ધારી લઇએ તો સૌથી સલામત કહી શકાય. આથી, તેને ખૂબ ટૂંકા ગાળા માટે મોટી રકમનું રોકાણ કરવાનું હોય તો તેને સૌથી આદર્શ માનવામાં આવે છે જેમાં વધુ પડતા વળતરની આશા રાખ્યા વગર મૂડી સલામત રાખવાનો એકમાત્ર ઉદ્દેશ્ય હોય તો જોખમ સૌથી ઓછુ લેવાનું હોય છે.

ઓવરનાઇટ ફંડ્સ મોટી રોકડનું રોકાણ કરતી મોટી સંસ્થાઓ માટે તો અનુકૂળ છે જ, સાથે સાથે નાના રોકાણકારો કે જેઓ તેમની રોકડ ટૂંકાગાળા માટે રોકાણ કરવા માંગે છે તેમના માટે પણ યોગ્ય છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું