ઓવરનાઇટ ફંડ્ઝ લિક્વિડ ફંડ્ઝ કરતા અલગ કેવી રીતે હોય છે?

ઓવરનાઇટ ફંડ્ઝ લિક્વિડ ફંડ્ઝ કરતા અલગ કેવી રીતે હોય છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

સમય ક્ષિતિજ અને જોખમ પ્રોફાઇલની દૃષ્ટિએ ડેટ ફંડ્ઝમાં ઓવરનાઇટ ફંડ્ઝનો રેન્ક લિક્વિડ ફંડ્ઝ કરતા સહેજ નીચે આવે છે. ઓવરનાઇટ ફંડ્ઝ આગામી દિવસે પાકતી ડેટ જામીનગીરીઓમાં રોકાણ કરે છે. લિક્વિડ ફંડ્ઝ 91 દિવસની અંદર પાકતી જામીનગીરીઓમાં રોકાણ કરે છે. તેથી ઓવરનાઇટ ફંડ્ઝની તુલનામાં લિક્વિડ ફંડ્ઝને ઊંચા વ્યાજદર, ક્રેડિટ અને ડિફોલ્ટ જોખમ મેળવવાની વૃત્તિ ધરાવે છે, કારણ કે ફંડ મેનેજર દ્વારા જ્યારે પાકતી જામીનગીરીઓ વેચવામાં આવે ત્યારે નાણાં આગામી દિવસે ઓવરનાઇટ ફંડમાં પાછા આવે છે.

ઓવરનાઇટ ફંડ્ઝ કોઇ એક્ઝિટ લોડ ધરાવતા ન હોવાથી એક સપ્તાહથી ઓછા સમય માટે તમારી વધારાની રોકડનું રોકાણ કરવા માટે તેમને પસંદ કરી શકાય છે. લિક્વિડ ફંડ્ઝ છ દિવસ સુધીનો ગ્રેડેડ એક્ઝિટ લોડ ધરાવે છે અને 7માં દિવસથી એક્ઝિટ લોડ લાગુ થતો નથી. લિક્વિડ ફંડ્ઝ ક્રેડિટ ગુણવત્તાને ધ્યાનમાં લીધા વિના 91 દિવસની અંદર પાકતી સીડી અને સીપી જેવા નાણાં બજારનાં સાધનોમાં રોકાણ કરવા માટે મુક્ત છે. તેથી તે ઓવરનાઇટ ફંડ્ઝની તુલનામાં ઊંચું ક્રેડિટ જોખમ ધરાવી શકે છે. લિક્વિડ ફંડ્ઝ ઓવરનાઇટ ફંડ્ઝની તુલનામાં તેમના પોર્ટફોલિયોની લાંબી પાકતી મુદ્દતને લીધે ક્રેડિટ જોખમનું સંચાલન કરવામાં સહેજ વધુ છૂટ ધરાવતા હોવાથી તેઓ ઓવરનાઇટ ફંડ્ઝની સામે ઊંચું વળતર આપવાનું વલણ ધરાવે છે.

કોઇ પણ ક્ષણે ઊભી થઈ શકતી જરૂરિયાત માટે જો નાણાં ઉપાડની સુવિધા તમારા માટે અગ્રીમતા હોય તો ઓવરનાઇટ ફંડ્ઝની પસંદગી કરવી જોઇએ. જો તમે એક સપ્તાહથી વધુ સમય માટે તમારા વધારાના રોકડનું રોકાણ કરીને વળતર મેળવવાનું વિચારી રહ્યા હોય તો લિક્વિડ ફંડ્ઝ પસંદ કરી શકાય છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું