ઓવરનાઇટ ફંડ એટલે શું?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ઓવરનાઇટ ફંડ, તમામ મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડ માટે નવા હો અને મોટું રોકાણ કરો તે પહેલાં તેમને અજમાવવા માગતા હો તો ઓવરનાઇટ ફંડ તમારા માટે છે. 

ઓવરનાઇટ ફંડ ઓપન-એન્ડેડ ડેટ સ્કીમનો એક પ્રકાર છે, જે બીજા દિવસે પાકતી હોય એવી ડેટ જામીનગીરીઓમાં રોકાણ કરે છે. આનો અર્થ એવો થાય છે કે પોર્ટફોલિયોમાંની જામીનગીરીઓ રોજ પાકે છે અને ફંડ મેનેજર તે આવકનો ઉપયોગ, બીજા જ દિવસે પાકતા હોય એવા પોર્ટફોલિયો માટે નવી જામીનગીરીઓની ખરીદી માટે કરે છે. આ ફંડમાં જામીનગીરીઓ બીજા દિવસે પાકતી હોવાથી આ ફંડને બાકીના ડેટ ફંડની જેમ, વ્યાજ દરનું જોખમ કે ડિફોલ્ટ જોખમ હોતું નથી. આ ઓછાં જોખમની પ્રોફાઇલનો અર્થ એ પણ થાય છે કે તે સૌથી ઓછું વળતર આપે છે.

ઓવરનાઇટ ફંડ એવા કારોબારીઓ કે ઉદ્યોગસાહસિકો માટે યોગ્ય છે જેમનાં જંગી નાણાંનું અન્ય કોઇ સ્થળે રોકાણ થઈ ન શકે ત્યાં સુધી, નાણાંનું ટૂંકા ગાળા માટે રોકાણ કરવાની સતત જરૂર પડતી હોય. ચાલુ બેંક ખાતાંમાં નાણાં એમ જ મૂકી રાખવા કરતાં, થોડા દિવસો માટે ઓવરનાઇટ ફંડમાં વધારાની રોકડનું રોકાણ કરવું અને થોડુંક પણ વળતર પ્રાપ્ત કરવું વધુ યોગ્ય છે. જો તમે ઇમર્જન્સીમાં પડતી જરૂરિયાત માટે થોડાં નાણાં અલગ રાખવા માગતા હો તો, ઇમર્જન્સી ફંડ ઊભું કરવા માટે પણ ઓવરનાઇટ ફંડ આદર્શ પસંદગી છે.  તમારું રોકાણ થોડી વૃદ્ધિ મેળવી આપી શકે, જ્યારે બીજી બાજુએ તે હાથવગું પણ રહે છે, કારણ કે આ ફંડ ઉચ્ચ તરલતા પણ પૂરી પાડે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું