ઇન્ડેક્સ ફંડ્ઝ અને તેમની સાથે સંકળાયેલા જોખમો

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ઇન્ડેક્સ ફંડ્ઝ લોકપ્રિય બજાર ઇન્ડેક્સ જેવા કે સેન્સેક્સ કે નિફ્ટીનું અનુકરણ કરતા મ્યુચ્યુઅલ ફંડ્ઝ છે, જે નિષ્ક્રિય રીતે સંચાલિત થતા હોય છે. ઇન્ડેક્સ ફંડ્ઝ પ્રવૃત્ત રીતે સંચાલિત ફંડ્ઝની તુલનામાં નીચું બજાર જોખમ ધરાવતા હોય છે, જ્યારે બીજી બાજુએ ફંડ મેનેજર તીવ્ર કરેક્શન્સને (બજારમાં ઉછાળા પછી થયેલો ઘટાડો) સંચાલિત કરવાની મર્યાદિત ક્ષમતા ધરાવતા હોય છે, કારણ કે ફંડ ઇન્ડેક્સમાં તમામ જામીનગીરીઓને સમાન પ્રમાણમાં ધરાવતો હોવો જોઇએ. તેઓ/તેણી બજારનાં આવા કરેક્શન્સનો લાભ લેવા માટે નીચું મૂલ્ય ધરાવતા સ્ટોક્સ ખરીદી કે વધુ મૂલ્ય ધરાવતા સ્ટોક્સને વેચી શકે નહીં. 

ઇન્ડેક્સ ફંડ્ઝ બજારના વિશિષ્ટ ઇન્ડાઇસિસને ટ્રેક કરતા હોવાથી તેઓ બજારનાં વિશેષ સેગમેન્ટ્સ જેવા કે લાર્જ કેપ, સ્મોલ કેપ, મલ્ટિ કેપ, બેંકિંગ સ્ટોક્સ, કોર્પોરેટ બોન્ડ્ઝ વગેરેની અંદર સ્થાપિત જામીનગીરીઓનાં પોર્ટફોલિયો સુધી સિમિત રહે છે. તેથી રોકાણકારની પસંદગીને મર્યાદિત બનાવે છે. 

બજારના ઇન્ડેક્સનું અનુકરણ કરતા હોવા છતાં પણ આ ફંડ્ઝ ટ્રેકિંગ ત્રુટિની ઉપસ્થિતિને લીધે બજારના ઇન્ડેક્સનાં વળતર જેટલું જ વળતર પૂરું પાડતા નથી. જ્યારે બજારના ઇન્ડેક્સની સંરચનામાં કોઇ ફેરફાર કરવામાં આવે એટલે કે કેટલીક જામીનગીરી તેમાં ઉમેરવામાં આવે કે તેમાંથી દૂર કરવામાં આવે ત્યારે તેનાથી કોઇ ખર્ચ થતો નથી. ઇન્ડેક્સ ફંડે તેનો પોર્ટફોલિયો ઇન્ડેક્સના પોર્ટફોલિયોને પ્રતિબિંબિત કરતો હોવાનું સુનિશ્ચિત કરવા માટે તેણે વહેવારનો ખર્ચ વેઠવો પડે છે. આ ઉપરાંત એવો પણ સમય અંતરાલ હોઇ શકે છે જ્યારે સ્ટોક્સ કે ઇન્ડેક્સમાં વ્યક્તિગત સ્ટોક્સમાં થોડો ફેરફાર થાય છે. આનાથી ઇન્ડેક્સ ફંડ્ઝનું વળતર તેના ઇન્ડેક્સનાં વળતરની તુલનામાં ઘટે છે. 

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું