કેવાયસી પ્રક્રિયા શું છે?

કેવાયસી પ્રક્રિયા શું છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

કેવાયસી “નો યોર કસ્ટમર”નાં ટૂંકાક્ષર છે અને તેને કોઇ પણ નાણાકીય સંસ્થામાં ખાતું ખોલાવવાની પ્રક્રિયાના એક ભાગ તરીકે ગ્રાહકની ઓળખ પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કેવાયસી સૂચવેલા ફોટો ઓળખપત્ર (દા.ત. પાન કાર્ડ, આધાર કાર્ડ) અને સરનામાંના પુરાવા જેવા સંબંધિત સહાયક દસ્તાવેજો અને ઇન-પર્સન વેરિફિકેશન (આઇપીવી) મારફતે રોકાણકારની ઓળખ, સરનામાંને સ્થાપિત કરે છે. કેવાયસીનું અનુસરણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 અને તેના હેઠળ ઘડવામાં આવેલા નિયમો હેઠળ ફરજિયાત છે, એન્ટી મની લોન્ડરિંગ (એએમએલ) સ્ટાન્ડર્સ/ કોમ્બેટિંગ ફાયનાન્સિંગ ઓફ ટેરરિઝમ (સીએફટી)/ ઓબ્લિગેશન્સ ઓફ સિક્યોરિટિઝ માર્કેટ ઇન્ટરમિડિએટરીઝ અંગેનો સેબી માસ્ટર સર્ક્યુલર વાંચો. 

નો યોર કસ્ટમર સામાન્યપણે 2 ભાગમાં વહેંચાયેલી છેઃ

ભાગ 1માં સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રી દ્વારા સૂચવ્યા પ્રમાણે રોકાણકારની પાયારૂપ અને એકસમાન કેવાયસી વિગતો સામેલ થાય છે, જેનો ઉપયોગ તમામ નોંધણી પામેલા નાણાકીય મધ્યસ્થીઓ કરે છે અને

ભાગ 2માં કેવાયસીની વધારાની માહિતી હોય છે, જે રોકાણકારનું ખાતું ખોલતી નાણાકીય મધ્યસ્થીઓ જેવી કે મ્યુચ્યુઅલ ફંડ, શેરબજારના દલાલ, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા અલગથી માગવામાં આવી શકે છે (વધારાની કેવાયસી).

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું