ડીડીટી મારા રોકાણોને કેવી રીતે અસર કરે છે?

ડીડીટી મારા રોકાણોને કેવી રીતે અસર કરે છે? zoom-icon
મ્યુચ્યુઅલ ફંડ્સ કેલ્ક્યુલેટર્સ

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

હાલમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝમાંથી મળતા ડિવિડન્ડ રોકાણકારોના હાથમાં કરમુક્ત આવે છે. રોકાણકારોએ તેમના મ્યુચ્યુઅલ ફંડ રોકાણોમાંથી થતી ડિવિડન્ડની આવક પર કર ચુકવવાનો હોતો નથી. ફંડ હાઉસ ડિસ્ટ્રિબ્યુટેબલ નેટ સરપ્લસની ગણતરી કરવા માટે ડિસ્ટ્રિબ્યુટેબલ સરપ્લસ (નફો)માંથી ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ (ડીડીટી)ને કાપે છે. આ રકમનું વિતરણ ડિવિડન્ડ વિકલ્પને પસંદ કર્યો હોય એવા તમામ રોકાણકારો દ્વારા ફંડમાં રાખેલા યુનિટ્સમાં સમપ્રમાણમાં કરવામાં આવે છે.

જો રોકાણકારે ડિવિડન્ડ વિકલ્પ પસંદ કર્યો ન હોય, પરંતુ તેને સ્થાને ગ્રોથ વિકલ્પ પસંદ કર્યો હોય તો તેઓ/તેણી ડીડીટી દ્વારા અસર પામશે નહીં. આ કેસમાં ફંડ દ્વારા થતા નફાનું (જે ડિસ્ટ્રિબ્યુટેબલ સરપ્લસ તરીકે પણ ઓળખાય છે) પુનઃરોકાણ ફંડના અસ્કયામતના પાયાની વૃદ્ધિ કરવા માટે કરવામાં આવે છે. તેથી ગ્રોથ સ્કિમના રોકાણકાર તેમના યુનિટ્સમાં એનએવીના વધારાનો અનુભવ કરે છે, જ્યારે તેઓ/તેણી સમાન સંખ્યાના યુનિટ્સ જાળવી રાખે છે. ગ્રોથ વિકલ્પના રોકાણકારોને લાંબા ગાળે ચક્રવૃદ્ધિની ક્ષમતાનો લાભ મળે છે, કારણ કે નફાનું ફંડમાં પુનઃરોકાણ થાય છે. 

ડિવિડન્ડ રિઇન્વેસ્ટમેન્ટ વિકલ્પ રોકાણકારોને ફંડ દ્વારા ઘોષિત કરેલા ડિવિડન્ડનું રોકાણ કરવાની અનુમતિ આપે છે, પરંતુ આ પુનઃરોકાણ કરેલી ડિવિડન્ડની રકમ ગ્રોથ વિકલ્પના રોકાણકારોને એનએવીના જોવા મળતા વધારા કરતા ઓછી હોય છે, કારણ કે તમામ ડિવિડન્ડની જાહેરાત ડીડીટીની કપાત પછી જ કરવામાં આવે છે. જો તમે લાંબા ગાળાના રોકાણકાર હોય તો ડિવિડન્ડ રિઇન્વેસ્ટમેન્ટને સ્થાને ગ્રોથ વિકલ્પ પસંદ કરો.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું