શું મારે લક્ષ્યાંક વિના મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાની શરૂઆત કરવી જોઇએ?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડ્ઝ તમને અમુક સમયગાળા પછી તમારા નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદ કરે છે. તો શું તેનો અર્થ એવો થાય છે કે તમારા મગજમાં વિશેષ લક્ષ્યાંક હોય માત્ર તો જ તમારે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાનો વિચાર કરવો જોઇએ, નહીંતર વિચાર કરવો જોઇએ નહીં? ના ! નાણાકીય લક્ષ્યાંક ન હોય તેમ છતાં પણ પોતાની બચતમાં વૃદ્ધિ કરવાનું વિચારતી અથવા ભવિષ્યમાં કોઈ લક્ષ્યાંક ઊંભું થાય એવા સંજોગોમાં હંમેશા સુસજ્જ રહેનાર વ્યક્તિ માટે તે સારી પસંદગી છે.

શ્રેષ્ઠ ખેલાડી એવા હોય છે જેઓ બધી મોસમ દરમિયાન તેમની રમતગમતનો અભ્યાસ કરવાનો ચાલું રાખે છે. તેમની તૈયારી તેઓ પ્રસિદ્ધ બને તેના ઘણા સમય પહેલાથી શરૂ થઈ જાય છે. જ્યારે તેઓ શરૂઆત કરે ત્યારે તરત જ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય શિર્ષકો જીતવા માટે પોતાના મોટા લક્ષ્યાંક સાધતા ન પણ હોઇ શકે. પરંતુ શાળા, કોલેજ અથવા રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે ટીમ માટેની પસંદગીની દૃષ્ટિએ તક ઊભી થાય છે ત્યારે તેઓ માત્ર તેમની સારી તૈયારીને લીધે મહત્તમ લાભ ઉઠાવવા માટે સક્ષમ બની શકે છે.

આ જ બાબત જીવનમાં નાણાકીય લક્ષ્યાંકો માટે લાગુ થાય છે. જ્યારે તમે કાર્ય કરવાની શરૂઆત કરો ત્યારે તમે તમારા માસિક ખર્ચ પૂરા કરવા સિવાયના કોઇ લક્ષ્યાંક ધરાવતા ન પણ હોઇ શકો. પરંતુ તમે કમાવવાની શરૂઆત કરો ત્યારથી જ રોકાણની શરૂઆત કરો તે વધુ સારું ગણાશે, કારણ કે લક્ષ્યાંકો જીવનમાં તમારી જેમ પ્રગતિ થાય તેમ ઊભા થતા હોય છે, પછી તે તમારા માટે હોય કે તમારા પરિવાર માટે. તમે જ્યારે કોઇ લક્ષ્યાંકને ધ્યાનમાં રાખ્યા વિના રોકાણ કરવાની શરૂઆત કરો ત્યારે તમે જીવનમાં વિભિન્ન નાણાકીય જરૂરિયાતોનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર રહો છો. આ ઉપરાંત જ્યારે રોકાણ કરવાની વાત આવે ત્યારે તમે વધુ શિસ્તબદ્ધ બનો છો. કોર્પસનું નિર્માણ સમય અને ધિરજ માગી લે છે અને તમે જેટલી વહેલી શરૂઆત કરશો તેટલી કોઇ નાણાકીય જરૂરિયાતને સંચાલિત કરવાની વધુ સારી તકો મળી રહેશે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું