આર્બિટ્રેજ ફંડ શું છે?

આર્બિટ્રેજ ફંડ શું છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

આર્બિટ્રેજ ફંડ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ છે જે જુદા-જુદા મૂડી બજારોમાં સમાન વાસ્તવિક અસ્કયામતો માટે આર્બિટ્રેજ અવસરો તપાસીને તેનો ફાયદો ઉઠાવવા માંગે છે.આર્બિટ્રેજ સ્પોટ અને ફ્યુચર માર્કેટ્સ જેવી સમાન અસ્કયામતોની કિંમતોમાં તફાવતોનો ફાયદો લેવાનું સૂચવે છે.

સ્પોટ માર્કેટ તે સ્થાન છે જ્યાં ખરીદકર્તાઓ અને વેચાણકર્તાઓ જે-તે ક્ષણે રોકડથી અસ્કયામત અને અસ્કયામતના વિનિમય માટે કિંમત માટે સંમત થાય છે. તેનાથી વિપરિત, ફ્યુચર માર્કેટમાં, ખરીદકર્તાઓ અને વેચાણકર્તાઓ ભવિષ્યની તારીખે અસ્કયામતની કિંમત માટે સંમત થાય છે. તેનો અર્થ તે છે કે તેઓ ભવિષ્યમાં ચોક્કસ તારીખે ચોક્કસ કિંમતોએ અસ્કયામત ખરીદવા અથવા વેચવાનો કરાર કરી રહ્યાં છે.

સ્પોટ કિંમત વર્તમાન ક્ષણે માંગ અને પુરવઠા દ્વારા નિર્ધારિત થાય છે. ફ્યુચર માર્કેટમાં, અસ્કયામતની કિંમત ભવિષ્યમાં અપેક્ષિત માંગ અને પુરવઠા ઉપર આધારિત હોય છે.

આર્બિટ્રેજ ફંડ્સ ઇક્વિટી, ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ટ્રેડ કરી શકે છે. જોકે, તેમને કિંમતોના તફાવતનો ફાયદો દેવા માટે એક સાથે બે જુદા-જુદા બજારોમાં એકસમાન અસ્કયામત જથ્થાની ખરીદી અને વેચાણ કરવું પડે છે.

સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ની માર્ગદર્શિકા અનુસાર, આર્બિટ્રેજ ફંડે ફરજિયાત ઇક્વિટીમાં તેમના ફંડોના ઓછામાં ઓછા 65% રકમનું રોકાણ કરવાનું રહે છે. ઉપરાંત તે ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સની જેમ જ કરવેરાને આધીન છે.

આર્બિટ્રેજ ફંડ્સ કેવી રીતે કામ કરે છે?

આર્બિટ્રેજ ફંડ બે જુદા-જુદા બજારોમાં સમાન જથ્થાની અસ્કયામતનું ખરીદ અને વેચાણ કરે છે અને તેમની કિંમતોના તફાવતમાંથી થયેલી આવક હસ્તગત છે. આ તે સિદ્ધાંત ઉપર કામ કરે છે કે બજારો સંપૂર્ણપણે સક્ષમ નથી, જે જુદા-જુદા બજારોમાં કિંમતોમાં તફાવવમાં પરિણમે છે.

ચાલો એક ઉદાહરણ સાથે સમજીએ. માની લો કે કેસ માર્કેટમાં X કંપનીના શેર રૂ.1,000ની કિંમતે ટ્રેડિંગ કરી રહ્યાં છે. ફ્યુચર માર્કેટ સામાન્ય રીતે પ્રિમિયમ ધરાવે છે. આથી આ જ સિક્યુરિટીની કિંમતો ફ્યુચર્સ માર્કેટમાં રૂ.1,030 હોઇ શકે છે.

તમે રૂ.1,000ની કિંમતે કેસ માર્કેટમાં X કંપનીના શેર ખરીદી શકો છો અને ફ્યુચર્સ માર્કેટ પર રૂ.1,030માં તેને વેચી શકો છો. હવે તેમાં ત્રણ જુદા-જુદા સંજોગો છે જે ઉદભવી શકે છે. શેરની કિંમતો ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની સમાપ્તિની તારીખે રૂ 1,100 પર જઇ શકે છે. તેથી તમે કેસ માર્કેટમાં રૂ.100નો નફો અને ફ્યુચર્સ માર્કેટમાં રૂ.70નું નુકસાન મેળવો છો. સરવાળે, તમે હજુ પણ રૂ.30નો નફો મેળવો છો.

જો શેરની કિંમત રૂ.900 પર નીચે ઉતરી જાય છે, ત્યારે તમે કેસ માર્કેટમાં રૂ.100નું નુકસાન પરંતુ ફ્યુચર્સ માર્કેટમાં રૂ.130નો નફો કરો છો. ફરીથી, તમારો નફો પ્રતિ શેર રૂ.30 છે. જો કિંમતોમાં ફેરફાર થતો નથી, તેમ છતાં તમે ફ્યુચર્સ માર્કેટમાં રૂ.30નો નફો મેળવો છો. આ જ કામગીરી આર્બિટ્રેજ ફંડ્સ દ્વારા હાથ ધરવામાં આવે છે. તે નફાકારક પરિસ્થિતિનું સર્જન કરવા માટે જુદા-જુદા બજારોમાં કિંમતો વચ્ચેના તફાવતનો ફાયદો ઉઠાવે છે.


આર્બિટ્રેજ ફંડ્સના લાભો

  1. આર્બિટ્રેજ ફંડ્સ વાસ્તવમાં કોઇ કિંમત જોખમ ધરાવતાં નથી. આ ફંડોનું ઇક્વિટી એક્સ્પોઝર સંપૂર્ણપણે હેજ કરવામાં આવે છે.
  2. જ્યારે તમે આર્બિટ્રેજ ફંડમાં રોકાણ કરો છો ત્યારે કાઉન્ટર પાર્ટી જોખમ પણ નાબૂદ કરવામાં આવે છે કારણ કે એક્સચેન્જ સેટલમેન્ટની બાંહેધરી આપે છે.
  3. આર્બિટ્રેજ ફંડ જ્યારે માર્કેટમાં ભારે ચઢાવ-ઉતાર હોય ત્યારે કેસ અને ફ્યુચર્સ માર્કેટમાં જુદી-જુદી પોઝિશન લઇને નોંધપાત્ર રીતે લાભ કરાવે છે.
  4. તેઓ હાઇબ્રિડ ફંડ હોવા છતાં, તે ઇક્વિટીની સમાન કરવેરાને આધીન છે.

રોકાણ કરતાં પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો

1. જોખમ
આર્બિટ્રેજ ફંડ કિંમત અથવા કાઉન્ટર પાર્ટી જોખમ ધરાવતાં ન હોય તેવું બની શકે, તેમ છતાં જે ફંડ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે તે ક્રેડિટ રિસ્કને આધીન છે. વધુમાં, આર્બિટ્રેજ ફંડ મંદીના બજારમાં સારી કામગીરી કરી શકે નહીં કારણ કે ત્યારે ફ્યુચર્સ માર્કેટ કેસ કિંમતોની સાપેક્ષમાં ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી શકે છે.

2. રિટર્ન
આર્બિટ્રેજ ફંડ વ્યાજબી રિટર્ન પૂરું પાડે છે. જો તમે ટૂંકાથી મધ્યમ ગાળામાં નાણાં બનાવવા માંગતા હોવ તો તે રોકાણ માટે અનુકૂળ છે. જોકે, અન્ય બજાર-સંલગ્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સની જેમ જ, તેમાં નફાની કોઇ ગેરન્ટી નથી.

3. રોકાણ સમયગાળો
આર્બિટ્રેજ ફંડ 3 થી 6 મહિના રોકાણ સમયગાળો ધરાવતાં રોકાણકારો માટે ખૂબ જ અનુકૂળ છે.

4. રોકાણ રકમ
સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના બદલે ઉચ્ચક રકમ મારફતે આર્બિટ્રેજ ફંડમાં રોકાણ કરવું વધુ યોગ્ય છે.

5. યોજનાના પ્રસ્તાવ દસ્તાવેજઃ
આર્બિટ્રેજ ફંડમાં રોકાણ કરતાં પહેલા યોજનાના પ્રસ્તાવ દસ્તાવેજ ધ્યાનપૂર્વક વાંચવા મહત્ત્વપૂર્ણ છે. આ દસ્તાવેજ રોકાણ હેતુ, રોકાણ રણનીતિ, જોખમો, અસ્કયામત ફાળવણી અને ફંડ સાથે જોડાયેલી ફી વિશે મહત્ત્વપૂર્ણ માહિતી ધરાવે છે.

6. અસ્કયામત ફાળવણીઃ
અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ, આર્બિટ્રેજ ફંડ ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં સંયુક્ત રીતે રોકાણ કરે છે. તેથી ફંડના અસ્કયામત ફાળવણી અને તમારા રોકાણ લક્ષ્યાંકો અને જોખમ લેવાની ક્ષમતા સાથે તે કેવી રીતે સુસંગત છે તે સમજવું મહત્ત્વપૂર્ણ છે.

7. સંચાલન ફીઃ
તમામ મ્યુચ્યુઅલ ફંડની જેમ, આર્બિટ્રેજ ફંડ, ફંડના સંચાલન માટે સંચાલન ફી વસૂલે છે. આ ફી સંચાલન હેઠળની અસ્કયામતની ટકાવરી પર વસૂલવામાં આવે છે અને ફંડ દ્વારા ઉપાર્જિત થયેલા રિટર્નમાંથી કપાત કરવામાં આવે છે. ફંડ દ્વારા વસૂલવામાં આવતી સંચાલન ફી અને તે તમારા રિટર્નને કેવી રીતે પ્રભાવિત કરે છે તે સમજવું મહત્ત્વપૂર્ણ છે.

નિષ્કર્ષ 

ટૂંકમાં, ઓછુ-જોખમ, મધ્યમસર-આવક રોકાણની સંભાવના તપાસી રહેલા રોકાણકારો માટે આર્બિટ્રેજ ફંડમાં રોકાણ કરવું એક અનુકૂળ વિકલ્પ બની શકે છે. જોકે, આર્બિટ્રેજ ફંડમાં રોકાણ કરતાં પહેલા રોકાણ હેતુ, અસ્કયામત ફાળવણી, સંચાલન ફી, જોખમ અને ટ્રેક રેકોર્ડ અંગે કાળજીપૂર્વક વિચારણ કરવી મહત્ત્વપૂર્ણ છે. જો તમે આર્બિટ્રેજ ફંડ સંબંધિત કોઇ શંકા ધરાવતાં હોવ તો તમે વધુ સ્પષ્ટતા માટે તમારા નાણાકીય સલાહકાર સાથે ચોક્કસ વાત કરો.

અસ્વીકરણઃ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

284
હું રોકાણ કરવા માટે તૈયાર છું