સ્કિમને સંબંધિત દસ્તાવેજો શું હોય છે? આ દસ્તાવેજો કઈ માહિતી પૂરી પાડે છે?

સ્કિમને સંબંધિત દસ્તાવેજો શું હોય છે? આ દસ્તાવેજો કઈ માહિતી પૂરી પાડે છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

તમામ મ્યુચ્યુઅલ ફંડની જાહેરાતો એક સંદેશ ધરાવે છેઃ “સ્કિમને સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચો.” આ દસ્તાવેજો શું છે?

3 મહત્ત્વના દસ્તાવેજો હોય છેઃ કી ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ (કેઆઇએમ), સ્કિમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (એસઆઇડી) અને સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશન (એસએઆઇ).

આ કોઇ વિશેષ સ્કિમ અંગે એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) દ્વારા તૈયાર કરવામાં આવે છે અને મંજૂરી માટે સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ રજૂ કરવામાં આવે છે.

એસઆઇડીમાં સામેલ માહિતી જેવી કેઃ

 1. તમામ મૂળભૂત કારણો જેવા કે રોકાણના ઉદ્દેશ અને નીતિઓ, અસ્કયામતની ફાળવણીની પેટર્ન, ફી અને તરલતાની જોગવાઇઓ.
 2. ફંડ મેનેજમેન્ટ ટીમની વિગતો
 3.  સ્કિમના તમામ જોખમ પરિબળો તેમ જ જોખમ ઘટાડતી કાર્યપ્રણાલી.
 4. સ્કિમની વિગતો જેવી કે લોડ, યોજનાઓ અને વિકલ્પો, ભૂતકાળનો દેખાવ, બેન્ચમાર્ક.
 5. યુનિટધારકની સામાન્ય માહિતી. 
 6. એએમસીની શાખાઓની યાદી, ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટર્સ, સ્વીકૃત્તિના સત્તાવાર પોઇન્ટ્સ.

   

એસએઆઇમાં સામેલ માહિતી જેવી કેઃ

 1. મ્યુચ્યુઅલ ફંડનું બંધારણ – સ્પોન્સર્સ, એસેટ મેનેજમેન્ટ કંપની અને ટ્રસ્ટીઝ.
 2. એએમસીના ચાવીરૂપ કર્મચારીઓ અને રજિસ્ટ્રાર્સ, કસ્ટોડિયન્સ, બેન્કર્સ, ઓડિટર્સ અને કાનૂની સલાહકાર અંગેની તમામ માહિતી. 
 3. તમામ નાણાકીય અને કાનૂની બાબતો.

એસઆઇડીની ટૂંકી આવૃત્તિ કેઆઇએમ છે, જે અરજી પત્ર સાથે જોડવામાં આવી હોય છે. નામ સૂચવે છે એ પ્રમાણે તે સ્કિમમાં રોકાણ કરતા પહેલા રોકાણકાર જાણતા હોવા જોઇએ એવી તમામ ચાવીરૂપ માહિતી ધરાવે છે. કેઆઇએમ દરેક અરજી પત્ર સાથે ઉપલબ્ધ કરવી જોઇએ.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું