ગ્રોથ અને ડિવિડન્ડ વિકલ્પો વચ્ચેનો શું તફાવત છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

કેટલાક રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં જોડાય છે, કારણ કે તેઓ લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવા માગતા હોય છે. તેઓ તેમની કારકિર્દીના આરંભિક ભાગથી રોકાણ કરવાનું શરૂ કરે છે. પછી એવા પણ રોકાણકારો હોય છે જેઓ નિવૃત્તિ તરફ જઈ રહ્યા હોય છે અથવા તેમની પાસે રોકાણ કરવા માટે નિવૃત્તિનું ભંડોળ હોય છે, જે જીવનના નિવૃત્તિના તબક્કા દરમિયાન તેમના આવકના અન્ય સ્રોતનો ઉમેરો કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ, આ વિરોધાભાસી રોકાણની જરૂરિયાતને બંધબેસે એવા બે વિકલ્પો આપે છે. 

ગ્રોથ વિકલ્પ ભવિષ્યની વૃદ્ધિ અને ફંડનાં મૂલ્યને વેગ આપવા માટે ફંડ દ્વારા થયેલા નફાનું તેની અન્ડરલાઇંગ જામીનગીરીઓમાં પુનઃરોકાણ કરે છે. ગ્રોથ પ્લાન ઊંચી એનએવી ધરાવે છે, કારણ કે જામીનગીરીઓમાંથી થતા નફાનું સ્કીમમાં પાછું રોકાણ કરવામાં આવે છે અને ચક્રવૃદ્ધિની શક્તિ ભાગ ભજવે છે.

ડિવિડન્ડ પ્લાન ફંડ મેનેજરની મુનસફી પર અમુક સમયે ફંડ દ્વારા થયેલા નફાનું ડિવિડન્ડની આવકનાં સ્વરૂપમાં વિતરણ કરે છે.  ડિવિડન્ડની ચુકવણી તમારી આવકના પૂરક તરીકે મદદ કરી શકે છે, જોકે ડિવિડન્ડ ખાતરીબદ્ધ હોતાં નથી. ડિવિડન્ડ પ્લાનમાં રોકાણકારો જો ડિવિડન્ડ રિઇન્વેસ્ટ વિકલ્પ પસંદ કરે તો અંતે તેમની પાસે ફંડના વધુ યુનિટ હોય છે, જ્યારે તેઓ/તેણી જો ડિવિડન્ડ પેઆઉટ વિકલ્પ પસંદ કરે તો તેઓ/તેણી આવકનો વધારાનો સ્રોત પ્રાપ્ત કરે છે.  

1લી એપ્રિલ 2020ની અસરથી ડિવિડન્ડ હવે રોકાણકારોના હાથમાં આવતા કરપાત્ર બની જાય છે. હવે રોકાણકારોએ તેમના સર્વોચ્ચ આવક વેરા સ્લેબ અનુસાર મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી ડિવિડન્ડની આવક પર કર ચૂકવવો પડશે.

ડિવિડન્ડ વિકલ્પના સંજોગોમાં કરના વધારાના ભારણને તમે અવગણી ન શકો, ત્યારે એક વિકલ્પ પર બીજાની પસંદગીનો નિર્ણય મુખ્યત્વે તમારા નાણાકીય ધ્યેયો/ જરૂરિયાતો આધારિત રહે છે.

 

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું