શું એવા કોઇ ફંડ્ઝ છે જેમાં નિર્ધારિત સમય સુધી મારે રોકાણ જાળવી રાખવું આવશ્યક હોય છે?

શું એવા કોઇ ફંડ્ઝ છે જેમાં નિર્ધારિત સમય સુધી મારે રોકાણ જાળવી રાખવું આવશ્યક હોય છે? zoom-icon
મ્યુચ્યુઅલ ફંડ્સ કેલ્ક્યુલેટર્સ

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડ સ્કિમના સૌથી મોટા લાભ પૈકીનો એક તરલતા છે, એટલે કે રોકાણને રોકડમાં રૂપાંતરિત કરવાની સુવિધા.

સેક્શન 80સી હેઠળ કરલાભ ઓફર કરતી ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કિમ્સ (ઇએલએસએસ)માં નિયમનો અનુસાર 3 વર્ષની અવધિ સુધી ‘લોક-ઇન’ યુનિટ્સની આવશ્યકતા હોય છે અને અવધિ પછી તેમને રિડિમ કરી શકાય છે.

સ્કિમ્સની અન્ય એક કેટેગરી છે જે “ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન્સ” (એફએમપી) તરીકે જાણતી છે, જેમાં રોકાણકારોએ સ્કિમના ઓફર દસ્તાવેજમાં પૂર્વવ્યાખ્યાયિત કરેલા નિર્ધારિત ગાળા માટે રોકાણ જાળવી રાખવાનું હોય છે. આ યોજનાઓ ત્રણ મહિનાથી લઈને અમુક વર્ષો વચ્ચેની રોકાણ અવધિ ધરાવે છે.

જોકે કેટલીક ઓપન એન્ડ સ્કિમ્સ એક્ઝિટ લોડની અવધિ સ્પષ્ટ કરી શકે છે. ઉદાહરણ તરીકે સ્કિમ સ્પષ્ટ કરી શકે છે કે 6 મહિનામાં રિડિમ કરી શકાતા યુનિટ્સ લાગુ થવા પાત્ર એનએવી પર 0.50%નો એક્ઝિટ લોડ લાગુ થશે.

વ્યક્તિએ એ બાબતમાં ધ્યાનમાં લેવી જોઇએ કે લઘુત્તમ સમય અવધિ પર કેટલાક નિયમો અને નિયમનો હોઇ શકે છે, તેથી દરેક પ્રકારની સ્કિમ માટે યોગ્ય અને આદર્શ સમય ક્ષિતિજ જાણવા માટે રોકાણ સલાહકારની સલાહ લેવી શ્રેષ્ઠ ગણાશે. 

430
હું રોકાણ કરવા માટે તૈયાર છું